________________
કદાચ કો'ક કારણવશાત્ એમાં તિરાડ પડે પણ છે તોય એ તિરાડને સંધાતાં લાંબી વાર નથી લાગતી. હું તો તને કહું છું. ભલે ગમે તે કારણસર મમ્મી-પપ્પા પ્રત્યે તારા મનમાં અણગમાની લાગણી ઊભી થઈ ગઈ છે, સંઘર્ષો ચાલુ થઈ ગયા છે, અણબનાવ ઊભો થઈ ગયો છે; પણ તારા મનમાં મમ્મી-પપ્પા પ્રત્યે પ્રેમ તો છે જ, લાગણી તો છે જ, ચાહના તો છે જ. અને એટલે તો તું મારી સાથે એ અંગેનો પત્રવ્યવહાર કરી રહ્યો છે. એટલું જ કહીશ તને કે વહેલામાં વહેલી તકે આ અણગમાની, સંઘર્ષની કે અણબનાવની તિરાડને સાંધી દઈને તું મને એની પ્રતીતિ કરાવી દે.
୪୪
મહારાજસાહેબ,
ઇચ્છું છું કે મારામાં આપે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનું બળ પેદા થાય. બાકી, એટલું તો આપને ચોક્કસ કહીશ કે આટલા લાંબા પત્રવ્યવહાર પછી મમ્મીપપ્પા સાથેનો મારો અભિગમ ‘ગમવા’માંથી ‘ચાહવા' સુધી તો પહોંચી જ ગયો છે. એક બાબતમાં તો હું સ્પષ્ટ થઈ ગયો છું કે મતભેદ કે મનભેદના કારણે ઘરમાં સંઘર્ષ ભલે થાય, ઝઘડા ભલે થાય પણ એ સંઘર્ષ કે ઝઘડાના કારણે ઘર તૂટવું તો ન જ જોઈએ.
બને એવું કે ઉંમરના ભેદને કારણે કે સમજણની વધઘટને કારણે મારે અને પપ્પા વચ્ચે અનેક બાબતોમાં મતભેદ પડતા જ હોય પણ એનો અર્થ એવો નથી કે એ મતભેદ મને પપ્પાથી સર્વથા અલગ કરાવીને જ રહે. હું તો આપને પૂછવા માગું છું કે આપ કો’ક એવી ચાવી ન બતાવી દો કે જેના ઉપયોગે હું ગમે તેવા વિકટ પ્રસંગોમાંય સ્વસ્થતા ટકાવી શકું, મમ્મી-પપ્પા પ્રત્યેના સદ્ભાવને ટકાવી જ શકું.
દર્શન, સાચે જ તું ઈંટ-ચૂનાના બનેલા મકાનને ઘરમાં રૂપાંતરિત કરવા માગતો હોય તો જીવનનું આ એક મહાન સત્ય સતત નજર સામે રાખજે કે જે વ્યક્તિ પોતાની નજીક રહેલાને સુખી કરી શકે છે, દૂર રહેલાં સુખો પણ એ વ્યક્તિની નજીક આવી જાય છે. અને જે વ્યક્તિ પોતાની નજીક રહેલાને દુઃખી કરતી રહે છે, દૂર રહેલાં
૫૭
દુઃખો પણ એ વ્યક્તિની નજીક આવી જાય છે. આ વાત મેં તને સમજીને લખી છે; કારણ કે મનના વિચિત્ર સ્વભાવનો મને ખ્યાલ છે. એ ભાઈબંધને રાજી કરવા તડપે છે પણ ભાઈની એને પડી નથી હોતી. એ ઘરાકને સંતોષ આપવા તૈયાર થઈ જાય છે પણ પપ્પાના અસંતોષની નોંધ લેવાય એ તૈયાર થતું નથી. એ દૂરથી આવેલાં માસી સાથે બબ્બે કલાક વાત કરવા બેસી જાય છે પણ મમ્મી સાથે વાત કરવા માટે એને બે મિનિટ પણ મળતી નથી.
ટૂંકમાં, દૂર રહેલા પ્રત્યે લાગણી અને નજીકવાળા પ્રત્યે દુર્ભાવ, દૂર રહેલાની કાળજી અને નજીક રહેલાની અવગણના, દૂર રહેલાની સ્મૃતિ અને નજીક રહેલાની વિસ્મૃતિ, મનનો આ સ્વભાવ છે.
મનના આ વિચિત્ર સ્વભાવનો જેને ખ્યાલ નથી અને એને જ કારણે જે વ્યક્તિ નજીકવાળા સાથે ઉપેક્ષાનો, અવગણનાનો વ્યવહાર કરતી રહે છે એ વ્યક્તિ માટે નિઃશંક કહી શકાય કે એ વ્યક્તિ લોકપ્રિય હશે પણ પરિવારપ્રિય નહીં હોય. બહારનાંને એનાથી કદાચ સંતોષ હશે પણ ઘરનાં તો એનાથી અસંતુષ્ટ જ હશે. બહાર એ પ્રશંસા પામતો હશે પણ ઘરનાં તો એનો તિરસ્કાર જ કરતાં હશે. દર્શન, બીજાની વાત નથી કરતો. તારી પોતાની સ્થિતિ શી છે ? ખાસ લખી જણાવજે.
૪૫
મહારાજસાહેબ,
મનના સ્વભાવની વાત લખીને આપે તો જાણે કે મારા જ સ્વભાવની વાત
લખી દીધી. આ જ સ્વભાવ છે મારો. સામગ્રી આપું છું ઘરનાંને અને સમય આપું છું બહારનાંને.
મમ્મી કે પપ્પા કોઈ પણ ચીજ મંગાવે છે તો એ ચીજ એમની પાસે હાજર કરવામાં મને કોઈ જ તકલીફ પડતી નથી પણ મમ્મી-પપ્પા જો સમય માગે છે-‘તું આખા દિવસમાં અડધો કલાક તો અમારી પાસે બેસ ! તારા ધંધાની કે વ્યવહારની થોડીક તો વાતો અમારી પાસે બેસીને કર !' તો એ સમય આપવાની મારી કોઈ જ તૈયારી નથી; કારણ કે મારે બહારનાંને સાચવવાનાં હોય છે, વેપારીને ઑર્ડર
પટ