________________
પરિસ્થિતિની બાબતમાં જો આ હકીકત છે તો વ્યક્તિના વર્તાવની બાબતમાં પણ આવી જ કો'ક હકીકત છે. તું ઇચ્છે છે કે તારી પસંદગીના ઢાંચામાં પપ્પાનું મન ગોઠવાઈ જાય, તારી પત્ની ઇચ્છે છે કે એની પસંદગીના ઢાંચામાં સાસુનું મન ગોઠવાઈ જાય. પણ એ શક્ય એટલા માટે નથી કે તારું અને તારી પત્નીનું મન જો ઘન છે અર્થાતુ નક્કર છે તો મમ્મી અને પપ્પાનું મન પણ ઘન જ છે. પ્રવાહી એવું પાણી ઘન એવી તપેલીમાં ગોઠવાઈ જાય એ વાત જુદી છે પણ ઘન એવી થાળી, ઘન એવી તપેલીમાં ગોઠવાઈ જાય એ તો શક્યતાજ ક્યાં છે?
બસ, આ વાસ્તવિકતા જો સતત તારી નજર સામે રહેશે તો મમ્મી-પપ્પા સાથેના સંભવિત અનેક સંઘર્ષો તું ટાળી શકીશ. શું કહું તને ? સારું ઘર બાંધવામાં સફળતા મેળવવી એ જુદી વાત છે પણ એ ઘરમાં સારી રીતે રહેવામાં સફળતા મેળવવા તો મનને સતત સમાધાનો માટે તૈયાર રાખવું જ પડે છે.
પરિસ્થિતિ ગમે તેવી ધારણા બહારની સર્જાઈ જાય કે વ્યક્તિનો વર્તાવ ગમે તેટલો અનપેક્ષિત દેખાય, એના પર તાત્કાલિક પ્રતિક્રિયા વ્યક્ત કરવાને બદલે થોડોક સમય પસાર થઈ જવા દે. તને કલ્પના બહારનું પરિણામ અનુભવવા મળશે.
યાદ રાખજે, ઘરમાં કે જીવનમાં ઊભા થતા મોટા ભાગના સંધર્ષો તો એવા હોય છે કે એ જે ક્ષણે અનિવાર્ય લાગતા હોય છે એની પછીની જ ક્ષણે એ તુચ્છ લાગવા માંડતા હોય છે. પપ્પા તરફથી બોલાઈ ગયેલું કો'ક કટું વાક્ય તારા મનમાં ખળભળાટ મચાવવા લાગે ત્યારે એ ખળભળાટને તું વાણીમાં પ્રગટ ન થવા દેતાં થોડોક સમય પસાર થઈ જવા દે. શક્ય છે કે પપ્પાને પોતાને જ એવા કટુવચનોચ્ચાર બદલ મનમાં પસ્તાવો ઊભો થઈ જાય, અથવા તો તને પોતાને જ પપ્પાના કટુ વચનોચ્ચાર પાછળનો આશય બરાબર લાગવા માંડે.
ટૂંકમાં, ઘર જો વ્યવસ્થિત રાખવું છે અને મન જો સ્વસ્થ રાખવું છે તો ધીરજ એ રામબાણ ઔષધ છે. જેની પાસે એ નથી એ વ્યક્તિ પોતાના મનને સ્વસ્થ રાખી શકે કે ઘરના સભ્યોને વ્યવસ્થિત રાખી શકે એવી કોઈ જ શક્યતા નથી.
દર્શન, સરળને જટિલ બનાવવું એ તો મનનો સતત ગોરખધંધો છે. શાંતિ હોય ત્યાં અશાંતિ સર્જવી, સમાધાન હોય ત્યાં સમસ્યા ખડી કરવી, પ્રેમ હોય ત્યાં દ્વેષ લાવવો, પ્રસન્નતા હોય ત્યાં ઉકળાટ સર્જવો એ જ તો મનનાં કાર્યો છે.
તું જો આ તમામ અનિષ્ટોથી અને અપાયોથી તારી જાતને બચાવી લેવા માગતો હોય તો આ સૂત્ર સતત નજર સામે રાખતો જા.
*પ્રતિક્રિયા હમણાં તો વ્યક્ત નથી જ કરવી.'
૨૩૯ છે
મહારાજસાહેબ,
પરિસ્થિતિ અને વ્યક્તિ અંગે આપેલખેલી વાત વાંચી, મનમાં એ વાત સમજાઈ ગયાનું લાગવા છતાં કોણ જાણે કેમ પરિસ્થિતિ જ્યારે એવી અનપેક્ષિત ઊભી થઈ જાય છે ત્યારે અને સામી વ્યક્તિનો વર્તાવ ધારણા કરતાં વિપરીત દેખાય છે ત્યારે મન આવેશમાં આવી જ જાય છે. એવા સમયે ન બોલવાના શબ્દો બોલાઈ જાય છે અને ન આચરવા યોગ્ય વર્તન આચરાઈ જાય છે. ખબર નથી પડતી એ વખતે કે પેલી સમજણનું બાષ્પીભવન કેમ થઈ જાય છે? આપ આ અંગે કંઈક પ્રકાશ પાડશો ? | દર્શન, એક નાનકડી વાત તારે ધ્યાનમાં રાખવા જેવી છે. જે પણ વ્યક્તિ પોતાનામાં કે સંયોગમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે, એ વ્યક્તિએ ધીરજવાન બનવું અત્યંત અનિવાર્ય છે.
ધીરજ એ નબળાની તાકાત છે તો તાકાતવાનની નબળાઈ છે. અધીરાઈએ ઘણાં કુટુંબોને વેરવિખેર કરી નાખ્યાં છે તો ધીરજે ઘણાં કુટુંબોને વેરવિખેર થતાં અટકાવી દીધાં છે. તું તારા મનને સ્વસ્થ રાખવા માગે છે ને ? તો આ કામ કર.
મહારાજસાહેબ,
એક વાત આપને પૂછું ? પ્રતિક્રિયા તાત્કાલિક વ્યક્ત ન કરવાની જવાબદારી માત્ર આશ્રિતોએ જ નિભાવવાની કે વડીલોએ પણ? દીકરાઓએ જ નિભાવવાની કે પપ્પાઓએ પણ ? વહુઓએ જ નિભાવવાની કે સાસુઓએ પણ ?
આ પ્રશ્ન હું આપને એટલા માટે પૂછી રહ્યો છું કે મારા દ્વારા પપ્પાની અપેક્ષા