________________
ભૂલી જઈને પપ્પા સાથે સમાધાન કરી લે. પ્રસન્નતાથી તારું અંતઃકરણ તરબતર થઈને જ રહેશે.
અંતઃકરણમાં સમજણ ઊગ્યા પછીય મનમાં સમાધાન ન પ્રગટે તો સમજવું પડે કે એ સમજણ, સમજણ હતી જ નહીં, માત્ર ભ્રમણા જ હતી. તારા જેવા સમજુ માટે આવી કલ્પના કરવી મને ગમતી નથી એ તું ખ્યાલમાં રાખજે.
દર્શન,
જીવનમાં સતત પ્રસન્નતા અનુભવવી હોય, અને સ્વસ્થતા ટકાવી રાખવી હોય, તો એક હકીકતનો ખાસ ખ્યાલ રાખજે કે કોઈ પણ પદ્ધતિ નિર્માણની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગેનો ચોક્કસ અભિપ્રાય આપવાથી તારી જાતને તું દૂર રાખજે. છેલ્લી ઓવરનો છેલ્લો બૉલ ન નખાઈ જાય ત્યાં સુધી મૅચના જય-પરાજય અંગે ચોક્કસ આગાહી કરવાની કે અનુમાન કરવાની જો ક્રિકેટની દુનિયામાં મનાઈ છે તો પ્રક્રિયાનો તબક્કો ચાલુ હોય ત્યારે ચોક્કસ પરિણામ અંગે આગાહી કરનાની કે અનુમાન કરવાની જીવનની દુનિયામાં પણ મનાઈ જ છે. આ વાત અત્યારે હું તને એટલા માટે જણાવી રહ્યો છું કે એંજિનિયર બનવાને બદલે તારા પપ્પાની ઇચ્છાથી વેપારી બની જવું પડ્યું એ બદલ તારા મનમાં પપ્પા પ્રત્યે હજીય જે ડંખ ઊભો છે એ ડંખ તારે કાઢી નાખવો હોય તો એમાં આ વિચારણા ખૂબ લાભદાયી બનશે.
કબૂલ, હવે એંજિનિયર બનવાના ક્ષેત્રે તારા જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે; પણ એટલા માત્રથી તારું જીવન કાંઈ દુઃખીદુઃખી નથી થઈ ગયું. તું કાંઈ રસ્તા પર નથી આવી ગયો. પપ્પાએ વેપારની દુનિયામાં તને ગોઠવીને તારા સુખને કાંઈ રફેદફે નથી કરી નાખ્યું. હજી લાંબી જિંદગી તારા હાથમાં પડી છે. શક્તિસભર યુવાની તારી પાસે છે. સંપત્તિની પણ તારી પાસે કમી નથી.
ધારી લે કે આવતી કાલ એવી આવીને ઊભી રહે કે ધંધામાં તને સતત ફટકા જ પડ્યા કરે તો તું તારા જીવનની નવી દિશા આસાનીથી નક્કી કરી શકે છે પણ એવી કોઈ શક્યતા આજે દૂરની ક્ષિતિજમાંય ન દેખાતી હોવા છતાં માત્ર અહંના કારણે પપ્પા સાથેના વ્યવહારમાં તું અતડો રહ્યા કરે એ કોઈ હિસાબે વાજબી નથી. | દર્શન, સફળતા અને પ્રસન્નતા જીવનમાં બન્ને મૂલ્યવાન છે. પણ બેમાંથી એક જ મળે તેમ હોય અથવા તો બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે પ્રસન્નતાને પસંદ કરી લેવી. પ્રસન્નતા પર જ પસંદગી ઉતારી દેવી એ જ સાચી બુદ્ધિમત્તા છે. તું અત્યારે એમાં થાપ ખાઈ રહ્યો છે. સફળતા તારી પાસે છે. ભૂતકાળની ગલતસ્કૃતિના સંગ્રહે પ્રસન્નતા તારાથી દૂર ઠેલાઈ ગઈ છે. ઇચ્છું છું કે તું ભૂતકાળને
દર્શન,
હવે એક અગલ અભિગમથી જ તને એક મહત્ત્વની વાત સમજાવું. તું સમાજનો માણસ છે એમ સમજીને તારી સાથે વાત નથી કરતો, પણ તું કુટુંબનો એક સભ્ય છે. એમ સમજીને તારી સાથે વાત કરું છું. સમાજ વચ્ચે રહેનારે કઈ રીતે રહેવું જોઈએ, એના નીતિ-નિયમો સમાજે ઘડ્યા છે, સમાજને ઘડવા પડ્યા છે, કારણ કે ત્યાં ચલણ લાગણીનું નથી હોતું પણ બુદ્ધિનું હોય છે; પરંતુ કુટુંબમાં રહેનારે કઈ રીતે રહેવું જોઈએ એની કોઈ નિયમાવલી આજ સુધીમાં કુટુંબના કોઈ વડીલે બહાર પાડી નથી, બહાર પાડવાની જરૂર એમને જણાઈ નથી, કારણકે કુટુંબમાં ચલણ લાગણીનું હોય છે, બુદ્ધિનું હોતું નથી. ત્યાં અંગત દૃષ્ટિબિંદુ રજૂ થતું નથી, આત્મીય દૃષ્ટિબિંદુ જ રજૂ થાય છે. ત્યાં સત્તા પ્રસ્થાપિત કર્યા વિના પ્રેમ જ અનુશાસન કરતો હોય છે.
કુટુંબનો પ્રત્યેક સભ્ય બાલદીમાંના છિદ્ર જેવો નથી બનતો કે જે કુટુંબના પ્રસન્નતાના જળને બહાર નીકળી જવા દે. એ તો બને છે જમીનમાંના છિદ્ર જેવો કે જે કુટુંબના કોઈ પણ સભ્યના કોઈ પણ પ્રકારના દોષને પી જાય છે, પચાવી જાય છે, પોતાનામાં સમાવી લે છે.
હું તને પૂછું છું તારા પપ્પાના આવા અભિગમ અંગે તારા મનમાં કોઈ શંકા છે? તારા સુખમાં પપ્પાને જોઈએ તેવો રસ નથી એવું તને લાગે છે? જો ના, તો એક વાત તું નક્કી કરી લે કે જે મમ્મી-પપ્પાએ તારા સુખને સલામત રાખવા પોતાના હૃદયને જ કામે લગાડયું છે, એ મમ્મી-પપ્પા સામે બુદ્ધિને કામે લગાડવાની અવળચંડાઈ તો તું ક્યારેય નહીં કરે..