________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પધસાગર સુરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૫) “અનંત ઉપકારી, અનંત જ્ઞાની, ચરમ તીર્થંકર પરમાત્માએ જીવનના અંતિમ સમયે, અતિ મહત્વપૂર્ણ ધર્મ પ્રવચન આપ્યું. એના દ્વારા જીવનનો પરિચય મૃત્યુ દ્વારા આપ્યો. અનાદિકાળથી મોતનો શિકાર બનતા આવ્યા છે. પણ આજ સુધી મોતને મારી શક્યા નથી. ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ કે જન્મ, જરા અને મૃત્યુ નિવારી આપો.'
પણ એ ભાવના કેવી રીતે સફળ બને એ જાણો. અનાદિકાળથી કર્મના બંધનથી ગુલામ બનીને નાચી રહ્યા છીએ. એક વાંદરાને મદારી નચાવે છે, એમ આજ સુધી આપણે કર્મના ઇશારે નાચી રહ્યા છીએ, અને જીવન પૂર્ણ થઈ રહ્યું છે. છતાં હજુ સુધી ચેતનામાં જાગૃતિ આવી નથી. જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય એનું માર્ગદર્શન પરમાત્માએ આપ્યું છે. પીત્તળની શીટને પાણીમાં નાંખશો તો ડૂબી જશે. પણ એને ઘડાનો આકાર આપશો તો એ પાણીમાં નહીં ડૂબે.
અનાદિકાળથી સંસારમાં આવતા રહ્યા અને ડૂબતા રહ્યા. પરમાત્માએ સાધનાના પ્રહારથી જીવનની ચેતનાને જાગૃત કરવા માટે માર્ગદર્શન આપ્યું છે. પરમાત્માનો એક એક શબ્દ મહામંત્ર જેવો છે જે મોહનિદ્રામાંથી તમને જગાડે છે. પણ આદત મુજબ થોડીવાર માટે જાગીને પાછા તમે સૂઈ જાવ
છો.
બધે તમારા સ્વાર્થની વાત ન જૂઓ. એનાથી પણ આગળ વધો. સ્વાર્થભાવ દઢ કરશો તો જીવનનો અર્થ નહી સમજી શકો. પરમાત્માના દર્શન કરીને
૩૨.
For Private And Personal Use Only