________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષ સાથે પણ તમારો કોઈ સંબંધ છે એમ વિચારો. આત્મા જ શત્રુ છે, આત્મા જ મિત્ર છે, આત્મા જ તમને સદ્ગતિ અને દુર્ગતિમાં લઈ જવાવાળો છે. તે જ કર્તા અને ભોક્તા છે. વિવેકની અવસ્થામાં આત્મા મિત્ર બને છે અને એ વગર એ જ આત્મા સર્વનાશનું કારણ બને છે, શત્રુ બને છે.
વિચારોના માધ્યમથી કર્મોને આમંત્રણ આપો છો અને તે જ કર્મ પછી આગળ વધીને દુર્બાન કરાવે છે, અને દુર્ગતિના મહેમાન બનાવે છે. કયારેય એકાંતમાં શાંતચિત્તે આ અંગે વિચારો. દ્રવ્ય, ગુણ અને પદાર્થથી આત્માનું શુદ્ધિકરણ કરો.” “લક્ષહીન અવસ્થામાં કરેલ બધી ધર્મ ક્રિયા નિષ્ફળ જશે. એને બદલે મોક્ષનો સંકલ્પ કરીને પછી આરાધના કરો. આખા સંસારનું જન્મ સ્થાન, બીજ અંતરમાં રહેલ અહંકાર છે. પરમાત્માના ઉપકારનું મૂલ્ય સમજવા પ્રયત્ન કરો. અહંકારનો નાશ કર્યા વગર અરિહંત નહી બની શકો. મનમાં અહંકારનું બીજ રહી જશે તો બધો ત્યાગ નિષ્ફળ જશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તમારા વિચારોમાં ત્યાગ અપનાવો. રાગ દ્વેષથી મુક્ત થઈને શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરો પછી સર્જનાત્મકતા પ્રવેશ કરી શકશે. હું મોટો છું, હું જ્ઞાની છું, તપસ્વી છું, ત્યાગી છું એવો આઠ પ્રકારનો મદ પહેલા દૂર કરો. અહંકારનો પરિવાર બહુ મોટો છે. એક પાપને આશ્રય આપશો તો અનેક પાપ વગર બોલાવ્યે આપો આપ આવી જશે, અડીંગો જમાવશે. એકવાર દુર્વિચાર આવશે તો એની પરંપરા ચાલુ રહેશે. ત્યાગની ભાવના વાસ્તવિક રીતે અપનાવો.” “સંસાર છોડવા જેવો છે અને સંયમ લેવા જેવો છે એ ભાવના દૃઢ કરો. એક સામાન્ય વ્યસન નહીં છોડી શકો તો સંસાર કેવી રીતે છૂટશે? ચા, પાન, મસાલા કે બીડી-સિગરેટ જેવી નાની અને ક્ષુલ્લક વસ્તુ તમને ગુલામ બનાવે છે એવું તમને થાય છે ખરું? આ વાત બહુ ગંભીરતાથી વિચારવા જેવી છે. નાનું બાળક મોમાં આંગળી નાંખે તો તમને શરમ આવે છે. પણ સેંકડો માણસો વચ્ચે ગર્વથી સિગરેટ પીતા તમને શરમ નથી આવતી કે એ અશોભનીય નથી લાગતું. વ્યસન એ તો ઝેર છે, તપશ્ચર્યામાં બાધક છે. એનો ત્યાગ કરો. આજે તો ત્યાગની ભૂમિકા પણ રહી નથી.’ કર્મબંધના સાધનો પ્રેમથી સાચવી રાખ્યા છે. “આત્માની સ્થિતિ ખબર નથી કે ક્યારે શું થશે? કર્મથી મુક્ત
૩૩
For Private And Personal Use Only