________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસંદ કરો. તે માટે સાધનામાં ડૂબકી લગાવવી પડે. આત્મા કંઈ શોપીસની વસ્તુ નથી. માત્ર એનો અનુભવ કરી શકાય છે. “શરીરનો ધર્મ દર્દ પેદા કરવાનો છે. આત્માનો ધર્મ આનંદ પેદા કરવાનો છે.” પરમાત્માએ સાડા બાર વર્ષ સુધી કાઉસ્સગ મુદ્રામાં ઉભા રહીને ઘોર તપશ્ચર્યા કરી હતી, અનેક ઉપસર્ગો સહન કર્યા હતા અને બધા કર્મથી મુક્ત બન્યા હતા.
“અનાદિકાળથી આ જીવ કર્મને આધિન છે. ખાણમાંથી કોઈ ધાન નીકળે તો પહેલા એને રીફાઈનરીમાં શુદ્ધિકરણ કરવા માટે મોકલવી પડે છે. એ રીતે આત્માને પણ સાધનાની રીફાઈનરીમાં શુદ્ધ કરીને, તપાવીને શુદ્ધ કરવો પડે છે.'
આખા જગતમાં ઠાંસી ઠાંસીને જીવો ભરેલા છે. તમે અનાદિકાળથી દુઃખો સહી કરીને અહી માનવ ભવ સુધી આવ્યા છો. “માનવ ભવ એ તો મોક્ષનું પ્રવેશ દ્વાર છે.” ફરી પાછા દુર્ગતિમાં ચાલ્યા ન જાય તે માટે પણ સાધનાની હવે શરૂઆત કરી દો. જગતની પળોજણ અને રામાયણમાંથી બહાર નીકળો.
આત્મા જ રામ છે, એ એનો પર્યાયવાચી શબ્દ છે. આત્મામાં રમણતા કરે એ રામ. આત્મામાં રહેલ સમતા એ જ સીતા છે. આત્મામાં રહેલો વિવેક તે હનુમાન છે. આત્મામાં રહેલો લોભ એ જ રાવણ છે અને તૃષ્ણા એ લંકા નગરી છે.'
સીતાનું હરણ થઈ ચૂક્યું છે પણ તમને એનું કોઈ દર્દ કે દુઃખ હોય એમ દેખાતું નથી. તમને લોભને કારણે દેખાતું નથી કે સમજાતું નથી.
ઇચ્છા અને તૃષ્ણાઓ કદી પૂર્ણ થવાની નથી, ઘરડી થવાની નથી. તમે જેટલી ઇચ્છા પૂરી કરશો એટલી જ નહીં, એનાથી પણ અધિક એ ઉભી થયા જ કરશે, થયા જ કરશે. સંતોષ વગર તમે ઇચ્છાને કાબુમાં નહીં લાવી શકો. ઇચ્છા ક્યારેય મરવાવાળી નથી.”
તમે એને મારવા કદી પ્રયત્ન પણ કર્યો નથી. મન બહુ ખતરનાક છે. ‘કર્મોનું આવરણ બહુ ગાઢ છે. એને પ્રયત્નપૂર્વક તોડો. આત્મચિંતન કરો, મનોમંથન કરો તો તત્ત્વ નામનું નવનીત (માખણ) નીકળશે. એ પછી તમે
૨૭
For Private And Personal Use Only