________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવતા જીવો છે, તેમ વનસ્પતિમાં પણ જીવ છે એમ પરમાત્માએ કહ્યું છે, ત્યારે હવે મોડે મોડે પણ વૈજ્ઞાનિકો આ વાત સ્વીકારવા લાગ્યા છે.
પરમાત્માએ એમના જ્ઞાનબળથી જાણીને અનેક રહસ્યો જગત સમક્ષ મૂક્યા છે એ જાણો તો ખબર પડે કે જીવોનું અસ્તિત્વ કેટલું વ્યાપક છે. પરમાત્માના એક એક શબ્દમાં જગતનું જ્ઞાન છૂપાયેલું છે. ષ દ્રવ્યનો સંપૂર્ણ પરિચય પરમાત્માના જ્ઞાનમાં હતો. પરમાણુંનું અસ્તિત્વ વર્ષો સુધી કાયમ માટે રહેશે. જે શબ્દો બોલાય છે એ આખા વિશ્વમાં સાંભળી શકાશે એવું પરમાત્માનું વચન આજે સાબિત થયેલું જોઈ શકીએ છીએ. પરમાત્માએ જે કહ્યું છે એ યથાર્થ અને સત્ય છે અને જગતના સર્વ જીવો માટે કહ્યું છે એમ સમજો.” “આત્મા જ કર્તા છે, ભોક્તા છે, કર્મ અનુસાર પરિભ્રમણ કરે છે. આત્મા જ તમારો મિત્ર છે
અને શત્રુ પણ છે, દુર્ગતિ અને સદ્ગતિનું કારણ પણ તમારો આત્મા જ
કાર્ય નહી પણ કારણ સુધી જાવ, તત્ત્વના મૂળ સુધી જાવ તો એના રહસ્યો ખબર પડે. “આત્મા તો અરૂપી તત્ત્વ છે. એની જાણકારી એકદમ જલ્દીથી પ્રાપ્ત નહીં થાય. અપૂર્ણ વ્યક્તિ ક્યારેય આત્માનો પરિચય પ્રાપ્ત નહી કરી શકે. પહેલા તમારા આત્માને જાણો, તે માટે બૌદ્ધિક ક્ષમતા પ્રાપ્ત કરો, પછી સાધનાના સર્વોચ્ચ શિખરો સર કરો. આત્માની બાબતમાં આજ સુધી તમે પૂર્ણ નથી. પણ પરમાત્માના આજ્ઞાની ચોરી કરતા રહ્યા છો. તમારા આત્મા પ્રત્યે પ્રમાણિક બનો, એની જાણકારી પ્રાપ્ત કરો, એના માટે પ્રયત્નશીલ બનો. તે માટે યોગ્યતા પ્રાપ્ત કરો. આત્મા સત્ય છે. માટે એની સાધના કરો. સામાન્ય વસ્તુની જાણકારી માટે કોઈને કોઈ સાધન આવશ્યક છે, તો આ તો આત્મા છે. એને સાધના દ્વારા સ્વ અનુભવથી જાણી શકાય છે. પણ સાધનાનું સાધન ઉપેક્ષિત રહ્યું છે એ હકીકત છે. પરમાત્માના વચનોનો આધાર લઈને સાધનામાં ગતિ કરો. તમે સ્વયંને માટે પ્રામાણિક બનો, અધ્યાત્મિક ચેતના જાગૃત કરો. મોક્ષમાં જવા માટે અસંખ્ય સાધનો છે. તમને જે રસ્તો અનુકૂળ હોય એ રસ્તો
For Private And Personal Use Only