________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી પણ સુગંધ આવવી જોઈએ. જ્યારે સર્વ પાપથી નિવૃત્ત થાઉ એવું વિચારો, શબ્દોથી નહી પણ આચરણથી સાધનાનો પરિચય બતાવો. એવું નહીં થાય તો આવનારા દિવસો બહુ ખરાબ હશે. તમારો કરેલો ધર્મ નકામો ન જાય એ જોજો. જીવન એક નૌકા છે, સંસાર સાગર છે. તરવા માટે આ જીવન મળ્યું છે. ધર્મ કર્યા પછી એક કદમ પણ મોક્ષ માર્ગ તરફ પ્રયાણ ન કરો તો ખોટનો ધંધો છે એમ કહેવાય. “રાગ દ્વેષથી મુક્ત થાવ તો આ નોકા મહાવિદેહ ક્ષેત્ર સુધી પહોંચાડશે અને પરંપરાએ મોક્ષ સુધી પહોંચી શકશો.” આ સંસાર ભયંકર સમુદ્ર છે. એમાં ઘણા વિકરાળ અને ભયંકર તોફાનો અવાર નવાર આવે છે. બહુ સંભાળીને ચાલવાનું છે. પરમાત્માની આજ્ઞાનું પાલન મોક્ષનું કારણ છે અને વિરાધના સંસારનું કારણ છે.' કષાયથી મુક્ત થઈને ધર્મ સાધના કરો. પરમાત્મા સુપ્રીમ કમાન્ડર છે. એની આજ્ઞાનો તમે અનાદર કરો છો તો કેવી અઘરી સજા પામશો એ વિચારી લેજો. પરમાત્માએ જે કહ્યું છે એ હૃદયપૂર્વક સ્વીકારો. એ ન સ્વીકારી શકો તો લાચારી પૂર્વક ક્ષમા માંગજો અને પરમાત્મા પાસે શક્તિ માંગજો, પશ્ચાતાપ ભાવ પ્રગટ કરજો. એ માટે તમારા શબ્દોમાં સાચા હૃદયનું રૂદન હોવું જોઈએ. તમારો પરિવાર કષાયથી પિડિત છે. દરેક વ્યક્તિકષાયથી પિડિત છે. કષાયનું જન્મસ્થાન ક્યાં છે એ વિચારો. આવનારૂ પર્યુષણ તમારા માટે આશીર્વાદ બની જાય એવું કરો. સૌથી પહેલા જીભ ઉપર નિયંત્રણ મેળવો. તમારા દરેક શબ્દમાં સ્વાર્થની દુર્ગધ આવે એવું ન બનવું જોઈએ.
અહંકારથી દરેક વ્યક્તિ પિડિત છે. અહંકાર એ અંધકારનું બીજું નામ છે. અહંકારથી માથુ ઉંચુ ન રાખો. એવું કરશો તો જીવનમાં અંધકાર છવાઈ જશે. નીચે જૂઓ, અહંકાર વગરનું માથું ઝૂકાવો, તરત જ અજવાળું થશે. ઇલેક્ટ્રીકની સ્વીચ જોઈ છે ને? ઉપર કરો એટલે બધે અંધારૂ અને નીચે પાડો એટલે બધે જ અજવાળું.”
તમારામાં દૃષ્ટિ હોય તો દુનિયાના દરેક વસ્તુને પદાર્થ તમને કોઈ ને કોઈ બોધ આપે છે. મનની સ્વીચ નમાવો, અહંકારનું વિસર્જન કરો તો
૧૮
For Private And Personal Use Only