________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માની કૃપા વરસશે. અરિહંત સુધી પહોંચવાનું દ્વાર નમસ્કાર છે. ભગવાન નહી, પણ ભગવાનને કરેલા નમસ્કાર મોક્ષનું કારણ બની રહેશે. સાચા હૃદયથી ભાવપૂર્વક કરેલ એક જ નમસ્કાર તમારે માટે મોક્ષનું કારણ બનવો જોઈએ. તમારી ભાષામાં વિવેકનો સંયમ હોવો જોઈએ. ભાષામાં તો આખી દુનિયામાં આગ લગાડવાની તાકાત છે એ તમે સહેજે સમજી શકો છો. તમારા શબ્દોમાં વિવેક આવી જાય તો ઘણી વ્યક્તિ તમારા માટે જીવન સમર્પિત કરવા તૈયાર થઈ જાય. જરૂર કરતા વધારે ન બોલો. મૌન રહો. એમાં પ્રચંડ તાકાત છે, એ કષાયથી રક્ષણ કરે છે, ધ્યાનમાં પુષ્ટિ કરે છે. તમને ખબર નહી હોય કે એક ગ્લાસ દૂધ પીવાથી જે તાકાત મળે એટલી તાકાત એક શબ્દ બોલવાથી ક્ષય થાય છે. પરમાત્માએ આપેલી શક્તિઓના રક્ષણ માટે મૌન અનિવાર્ય છે. મહાન પુરૂષો પાસે જાવ તો નિરીક્ષણ કરો. એ તમારૂ બધું શાંતિથી સાંભળશે. પછી ઘણું વિચારીને બહુ ટૂંકામાં સ્પષ્ટ અને સચોટ જવાબ આપશે. મૌનથી ઘણા પાપથી બચી જશો. સૌથી વધારે તો તમારા આત્મા ઉપર ઉપકાર થશે. બોલવું જ પડે તો એમાં માધુર્ય હોય એવું બોલો. તમારા બોલ્યા પછી સામેવાળાનો ચહેરો પ્રસન્ન થવો જોઈએ. તમે વાત કરો છો ત્યારે તમારા શબ્દોમાં નિપૂણતા નજરે આવવી જોઈએ. બુદ્ધિમતાપૂર્વક વાત કરો. જ્યાં શાસનની રક્ષાનો પ્રશ્ન હોય, સત્યની પુષ્ટિ કરવાની હોય ત્યાં તર્ક દ્વારા તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. જરૂર હોય ત્યારે જ બોલો,
અકારણ બોલો તો એ ક્લેશનું કારણ બને છે. તમારી વાણી તુચ્છતા અને દરિદ્રતા રહિત હોવી જોઈએ. એમાં ગર્વથી રહિત હોય એવું સ્વાભિમાન તમારા શબ્દો દ્વારા પ્રગટ થવું જોઈએ. બોલતાં ન આવડ્યું એટલે તો મહાભારતનું યુદ્ધ થયું હતું અને એમાં એક કરોડ, એંસી લાખ માણસો માર્યા ગયા હતા. કેટલો મોટો સંહાર? આજે તો ઘેર ઘેર મહાભારત ચાલે છે.”
સાધુપણા જેવો આનંદ તમને દુનિયામાં ક્યાંય નહી મળે. પણ તમને એનો સ્વાદ ચાખવાનું મન જ થતું નથી. તમારી ભાષા પણ ધર્મથી યુક્ત હોવી જોઈએ, પરમાત્માની આજ્ઞાની વિપરિત નહી. એવો વિવેક આવી
For Private And Personal Use Only