________________
૭૪
જીવવિચાર પ્રકરણ
સાધારણ વનસ્પતિકાય ૩ર ગણાવ્યા છે. તે ઉપરાંત ઘણાયે પણ અપ્રસિદ્ધ સાધારણ વનસ્પતિકાય જીવો હોય છે. સાધારણ વનસ્પતિકાયના એક શરીરનો નાશ કરવાથી અનંત જીવોને દુઃખ થવાનો સંભવ હોવાથી, દયાની દૃષ્ટિએ સાધારણ વનસ્પતિકાય જીવોનો વપરાશ ન જ કરવો જોઈએ, કારણ કે તેમાં પોતાના થોડા શોખ ખાતર બે-પાંચ નહીં, સંખ્યાત નહીં, અસંખ્યાત પણ નહીં, પરંતુ અનંત જીવોનો ઘાણ નીકળી જાય છે, માટે તેની કોઈ પણ જાતની વપરાશનો ત્યાગ કરવો જ જોઈએ. સાધારણનું બીજું નામ અનંતકાય પણ છે.
આદ્રક-ત્રિક લીલાં ત્રણ સુંઠ, હળદર અને કચરો, એ ત્રણ જો કે અનંતકાય છે, જો કે સૂકાયા પછી દરેક વનસ્પતિ અચિત્ત છે, અને લીલાં હોય, ત્યારે દરેક વનસ્પતિ સચિત્ત છે, છતાં આદ્રક-ત્રિક (લીલાં ત્રણ) અનંતકાય હોવા છતાં આ ત્રણ સૂકાયા પછી ઔષધ તરીકે વાપરી શકાય છે. કારણ કે તે ત્રણ ઔષધ અર્થે વિશેષ ઉપયોગી છે. બીજી અનંતકાયને સુકવીને વાપરવામાં થતી હિંસા આવા પ્રયોજન વિનાની છે. તેથી તે સૂકવીને પણ વાપરી શકાય નહીં. મોથ- જળાશયને નિારે થાય છે.પાકે ત્યારે કાળા રંગની થાય છે. વત્યુલા- તે નામની ભાજી થાય છે. થેગ- થેગ પોંક થાય છે. ચોમાસામાં ઘણે ઠેકાણે વંચાય છે. પાલખુ- એક જાતની ભાજી થાય છે. છિન્ન-હા કુંવાર- વગેરે કાપીને અદ્ધર લટકાવેલ હોય, તો પણ
તે વધે છે.