________________
જીવવિચાર પ્રકરણ
૭૫
થોર- હાથલા, ડાંડલીયા, ચાર ધારવાળા થાય છે. કુંવાર- લાંબા લાંબા લાબરા થાય છે. ગુગળ- ગુગળના ઝાડ થાય છે. તેનો રસ ગુગળ ઔષધમાં
વપરાય છે. ગળો- લીંબડે તથા વાડો ઉપર વીંટાય છે. શિણ- કોઈ દેશમાં પીલુડીના ઝાડને પણ શિણ કહે છે.
કેટલાંક વિશેષ અનંતકાય જીવો- સૂરણ, શકરીયા, મૂળા, પીલુડીનાં પાંદડા, કાંટાળા, ખોરાસણી, ડાંડલીયા, હાથલા વગેરે થોર, વાંસ, કારેલા (હાલ જે કારેલા શાક તરીકે વપરાય છે, એ નહીં), લવણવૃક્ષની છાલ, અમૃતવેલ, કુણી આંબલી, ગરમર, વજકંદ, શતાવરી, લસણ, લવણક, ડુંગળી, બટાટા, કઠોળના અંકુરા અથવા અંકુરા ફુટેલા કઠોળ, આંબા, આંબલી વગેરેના કોઈ પણ કુણા ફળો, પદ્મિની કંદ, ગિરિકર્ણિકા (ગરમ), ખીરિશુક, ખિલૂડ, શ્કરવાલ, ઢક્કવત્થલ, આલુ, પિંડાલ, કરેડો, કાકડાશીંગી, આકડો, વડ-લીંબડો વગેરે ઝાડના શરૂઆતના કુંપળો વગેરે અનંતકાય છે. કોઈ પણ કુંપળ પહેલાં તો અનંતકાય જ હોય છે. પછી વખતે અનંતકાય રહે, કે પ્રત્યેક પણ થાય છે. ૯-૧૦. સાધારણ વનસ્પતિકાય જીવોના ભેદોનો ઉપસંહાર
અને તેના લક્ષણની સૂચના इच्चाईणो अणेगे, हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं, लक्खणमेयं सुए भणियं ॥ ११ ॥