________________
જીવવિચાર પ્રકરણ
સામાન્ય વિવેચન પૃથ્વીકાય વગેરે જીવો કરતાં વનસ્પતિકાય જીવોમાં ઘણી જ વિચિત્રતાઓ જોવામાં આવે છે. તેની અનેક પ્રકારની અનેક જાતો છે. વનસ્પતિ જીવોના શરીરોની રચના, તથા જીવનની ઘટનાઓ ઘણી જ આશ્ચર્યકારક હોય છે. જગતની બીજી બધી જીવરાશિઓ કરતાં વનસ્પતિ જીવોમાં એક વિચિત્ર ભેદ એ માલુમ પડે છે, કે બીજા જીવોના એક શરીરમાં એક આત્મા હોય છે, ત્યારે કેટલાક વનસ્પતિ જીવો એવા છે, કે જેઓનાં એક જ શરીરમાં અનંતા આત્માઓ ભરાયા હોય છે. આવા અનંત આત્માઓનું એક જ શરીર, તે સાધારણ શરીર કહેવાય છે.
અને પ્રત્યેક-દરેક આત્માનું, પ્રત્યેક દરેક શરીર હોય, તે પ્રત્યેક શરીર કહેવાય છે.
સાધારણ વનસ્પતિ શરીર સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. અને પ્રત્યેક વનસ્પતિ શરીર પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ટીકામાં વણસઈ પાઠ સમ્મત છે.
કેટલાક સાધારણ વનસ્પતિકાય જીવો
कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा य । અન્નય-તિય-શ્વર-મોત્થ-વત્થના-થે પન્ના कोमल-फलं च सव्वं, गूढ-सिराइं सिणाइ-पत्ताई । थोहरि-कुंआरि-गुग्गुलि-गलोय-पमुहाई छिन्नरूहा ॥ १० ॥