________________
જીવવિચાર પ્રકરણ
૭૧
ઘનોદધિની નીચે અસંખ્યાત યોજનાના જાડા પિંડવાળા તે બેય હોય છે.
૪. વનસ્પતિકાય જીવો
તેના મુખ્ય બે ભેદો (૧) સાધારણ વનસ્પતિકાયની વ્યાખ્યા.
साहारण-पत्तेया, वणस्सइ-जीवा दुहा सुए भणिया ।
जेसिमणंताणं तणु, एगा साहारणा ते उ ॥ ८ ॥ મન્વય: वणस्सइ-जीवा सुए दुहा-साहारणा-पत्तेया भणिया । जेसिं अणंताणं एगा, तणु ते उ साहारणा. ॥ ८ ॥
શબ્દાર્થ વણસ્સઈ-જીવા- વનસ્પતિ જીવો, દુહા-બે પ્રકારે, સાહારણ પત્તયા- સાધારણ અને પ્રત્યેક, સુએ-શાસ્ત્રમાં, ભણિયા- કહ્યા છે, જેસિં- જેઓનું, અહંતાણં-અનંત (જીવોનું), એગા-એક, તણુંશરીર, તે- તેઓ, ઉ. વળી, સાહારણા-સાધારણ (સામાન્ય ઘણાનું એક, સૌનું સૈયારું) ૮.
ગાથાર્થ શાસ્ત્રમાં વનસ્પતિ જીવો સાધારણ અને પ્રત્યેક બે પ્રકારે કહ્યાા છે. અને જે અનંતા (જીવો)નું એક શરીર, તેઓ સાધારણ. ૮.