________________
૬ ૨
જીવવિચાર પ્રકરણ
ગણાય છે.
૪. ત્રસ જીવો- સુખ કે દુઃખના સંજોગોમાં પોતાની મરજી પ્રમાણે પાસે આવવા કે નાસી જવા પ્રયત્ન કરી શકે તેવી શક્તિવાળા જીવો ત્રસ સમજવા, કડી, ગાય, ઘોડા, માણસ વગેરે.
૫. સ્થાવર જીવો- સુખ કે દુઃખના સંજોગોમાં પોતાની મરજી પ્રમાણે ખસી ન શકે, એટલે કે જ્યાં હોય ત્યાં ને ત્યાં જ જેમને પડ્યા રહેવું પડે. તે જીવો સ્થાવર સમજવા. પથરા, ઝાડ, પાણી વગેરે.
. પૃથ્વી જીવો અથવા પૃથ્વીકાય જીવો-કીડીના શરીરમાં આત્મા રહેલો છે. જ્યાં સુધી કીડીના શરીરમાં આત્મા હોય ત્યાં સુધી તે કીડીના શરીર સહિત આત્મા કીડી જીવ કહેવાય છે. તેવી રીતે, પૃથ્વી-માટી, પત્થર વગેરે રૂપે જણાતા શરીરમાં રહેલા આત્માઓ પણ પૃથ્વી જીવ, માટી જીવ, પત્થર જીવ વગેરે કહેવાય છે. જેમ કીડી એક જાતનો જીવ છે, તે જ પ્રમાણે માટી, પત્થર વગેરે પણ એક જાતના જીવ છે.
પૃથ્વીકાય-શબ્દના બે અર્થ થઈ શકે છે.
૧. જે જીવની કાયા એટલે શરીર પૃથ્વીરૂપે છે. તે જીવ પૃથ્વીકાય જીવ કહેવાય છે. અથવા
૨. કાય – એટલે સમૂહ, પૃથ્વીરૂપ શરીરમાં રહેલા જીવોનો સમૂહ, તે પૃથ્વીકાય. અથવા -
બધા જીવોના સમૂહના મુખ્ય છ સમૂહ-વિભાગ પાડવામાં