________________
જીવવિચાર પ્રકરણ આવેલા છે. (૧) પૃથ્વીરૂપ સમૂહ (૨) પાણીરૂપે સમૂહ (૩) અગ્નિરૂપે સમૂહ (૪) વાયુરૂપે સમૂહ (૫) વનસ્પતિરૂપે સમૂહ અને (૬) ત્રસરૂપે સમૂહ.
આ સમૂહો ક્રમશઃ પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય કહેવામાં આવે છે.
એ અપેક્ષાએ કાય શબ્દનો અર્થ સમૂહ કરીને છ કાયો ગણાવેલી છે. તે અપેક્ષાએ પણ પૃથ્વીકાય વગેરે શબ્દો સમજવા.
૭. તે પ્રમાણે પાણીજીવો, અગ્નિજીવો, વાયુજીવો, વનસ્પતિજીવો અથવા અષ્કાયઅગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવો વિષે સમજવું.
૮. કાયોની સંખ્યા-વનસ્પતિકાય નામના જીવના સમૂહમાં અનંત જીવો હોય છે. બાકીનામાં અસંખ્ય અસંખ્ય જીવો હોય છે. મુક્તજીવો અનંત છે. કુલ જીવો અનંત છે.
૯. આપણે નદી કે કુવામાં જે પાણી જોઈએ છીએ, ચૂલામાં કે દીવામાં જે અગ્નિ જોઈએ છીએ, આપણને વાયુનો જે સ્પર્શ થાય છે, તેમજ જે ઝાડ, પાન, ફળ, ફુલ વગેરે જોઈએ છીએ; તે દરેક પણ કીડી, મંકોડા, પશુ, પક્ષીની માફક એક જાતના જીવો છે. કીડી વગેરે ચાલી શકે છે, માટે ત્રસ કહેવાય છે. પૃથ્વી વગેરે ચાલી શકતા નથી, માટે સ્થાવર કહેવાય છે.
ખાણમાંથી તરતના નીકળેલા માટી, પત્થર તથા પાણી, અંગારા, વાયરો, ઝાડપાન વગેરે પણ સજીવ છે, તેની સાબિતી તથા જીવોના જુદી જુદી રીતે અનેક ભેદો વિષે વિશેષ વિવેચન જુઓ. ૨.