________________
જીવવિચાર પ્રકરણ
૬૧
સામાન્ય વિવેચન જૈનશાસ્ત્રોમાં જુદી જુદી અનેક અપેક્ષાએ જીવોના અનેક પ્રકારે ભેદો પાડેલા છે. (જુઓ વિશેષ વિવેચન) પરંતુ શરૂઆતમાં બાળ જીવોને સમજાવવા આ પ્રકરણની આ ગાથામાં જીવોના મુક્ત અને સંસારી એ બે ભેદ પાડી બતાવ્યા છે.
તેમાંથી પણ સંસારી જીવોના ત્રસ અને સ્થાવર એ બે મુખ્ય ભેદ પાડી બતાવ્યા છે.
તેમાંના સ્થાવર જીવોના પાંચ ભેદો પાડી બતાવ્યા છે.
મોક્ષમાં ગયેલા અને ત્રસ જીવોનું વિવેચન આગળ ઉપર આવશે.
૧. જીવો- આ જગતમાં નજર કરતાં હાથી, ઘોડા, માણસો, પશુઓ, પક્ષીઓ, કીડી, મંકોડા, વગેરે જંતુઓ તથા અનેક પ્રકારની વનસ્પતિ વગેરે અનેક જીવો જોવામાં આવે છે. તેવા સર્વ જીવો મળીને આ જગતમાં અનંત જીવો છે. તે દરેક જીવોમાં કેટલુંક સરખાપણું અને કેટલુંક જુદાપણું હોય છે. તે સમજાવવા, પ્રથમ તેઓના મુખ્ય ભેદો પાડી બતાવ્યા છે.
સરખાપણાથી જીવોની જાતિઓ ઓળખાય છે. એકેન્દ્રિય વગેરે અને જુદાપણાથી ભેદો પાડી શકાય છે. પશુ, પક્ષી વગેરે. - ૨. સંસારી જીવો-જે જીવોને વારંવાર જનમવું અને મરવું પડે છે, તે જીવો સંસારી જીવો કહેવાય છે.
૩. મુક્ત જીવો- જેઓ જનમવા કે મરવાની ઉપાધિમાંથી તદ્દન મુક્ત-છુટા થયા છે, તે જીવો મુક્ત એટલે મોક્ષમાં ગયેલા