________________
૫૪
જીવવિચાર પ્રકરણ
બધાં આચારો, બધી નીતિઓ અને બધા સદાચારો તેમાં સમાય છે, બધા તેનાથી જ શોભે છે અને ખીલે છે. તેના વિના બીજા બધા નકામાં છે.
૭.
માટે, જૈન બાળકે કે મોટાએ સૌથી પહેલાં અહિંસાને જ પોતાના જીવનમાં અવશ્ય આચરવાની હોય છે. તેથી બાલ્ય અવસ્થાથી જ અહિંસાના સંસ્કારો અને ટેવ કેળવવા જોઈએ.
એ ટેવ કેળવવી હોય, અથવા એ ટેવ કેળવવાની ઇચ્છા હોય, તો પણ જીવોના સ્વરૂપનું જ્ઞાન મેળવે, તો જ તે વધારે સારી રીતે અહિંસા પાળી શકે.
૬. અહિંસાને અમલમાં મૂકવાના અમોઘ સાધનરૂપ, અહિંસાને જીવનમાં ઉતારવાના અપૂર્વ પ્રયોગરૂપ, અનેક પ્રકારના પાત્ર જીવોને ઉદ્દેશીને, જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે અનેક પ્રકારના ભેદોવાળી જૈન આચારની અનેક ક્રિયાઓ છે. તે સર્વ ક્રિયાઓના કેન્દ્રરૂપ શ્રી પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયાઓ છે. કારણ કે તે સર્વ સદાચારોનું ઊંડું, વ્યવહારુ, વ્યાપક અને મજબૂત મૂળ છે. તેથી સૌથી પ્રથમ રોજના આચાર માટેના સૂત્રોનો અભ્યાસ કર્યા પછી તરત જ અભ્યાસક્રમમાં પૂર્વાચાર્યોએ જીવવિચાર પ્રકરણને સ્થાન આપેલું છે. તે તદ્દન વ્યાજબી જ છે. નવતત્ત્વ વગેરે વિશ્વવિજ્ઞાનના અને બીજા તત્ત્વજ્ઞાનના પુસ્તકોને બદલે, તેના એક અંગ તરીકેના માત્ર જીવતત્ત્વ વિષે પહેલું જાણવાની જરૂર, જીવનને દયા તરફ વિશેષ