________________
જીવવિચાર પ્રકરણ
૮.
દ્રઢ કરવાના ઉદ્દેશથી જ છે.
પવિત્ર જીવનનો મુખ્ય પાયો દયા છે. તે દ્રઢ થયા પછી જેમ જેમ વિશેષ તત્ત્વો જાણવાની ઇચ્છા વધતી જાય, તેમ તેમ વિશેષ જ્ઞાન મેળવવા બીજા પુષ્કળ સાધનો ગોઠવવામાં આવ્યા છે. માટે પ્રતિક્રમણ સૂત્રોના અભ્યાસ પછી જીવવિચાર પ્રકરણનો અભ્યાસ કરાવવાની પૂર્વાચાર્યોની ગોઠવણ બરાબર છે.
આ ઉપરથી એવી પણ જૈન શૈલી સમજાય છે,
કે
૫૫
—
“મહાપુરુષોએ બતાવેલી શુદ્ધ આચારની ટેવ તો પહેલેથી જ જાણતાં અજાણતાં પણ કેળવવી જોઈએ. અને સાથે સાથે તેના વિષેનો બોધ પણ મેળવતા જવો જોઈએ.” જૈનધર્મી જીવો માટે તો “સમ્યગ્ જાણો ને આચરો” એ સમ્યગ્ ઉપદેશ છે.
મહાપુરુષોએ ગોઠવેલા આચારો કુશળ વૈદ્યોએ ગોઠવેલી ઔષધોની ગોળીઓ જેવા છે. જે ઉચિત માત્રામાં જરૂરિયાત પ્રમાણે નાના બાળકને પણ આપી શકાય છે.
તે દવાનાં તત્ત્વો વિષે જો કે તે બાળક અજાણ હોય છે, છતાં તેનાથી ફાયદો અવશ્ય મેળવી શકે છે. “સદાચારને સારો માનીને કોઈ ને કોઈ રીતે પણ તેના આચરણમાં ગર્ભિત રીતે સમ્યજ્ઞાન આવી જ જાય છે” એવી સામાન્ય સાચી સમજથી આચરણ શરૂ કરી સાથે સાથે વિશેષ સમજ મેળવવા પ્રયાસો કરવા યોગ્ય છે.