________________
જીવવિચાર પ્રકરણ
૪૩
૯. ચઉરિન્દ્રિય શરીરની ઉંચાઈ- ચાર ગાઉં, આયુષ્ય-છ માસ, સ્વકાયસ્થિતિ-સંખ્યાત માસ, પ્રાણ સ્પર્શન-રસન-ધ્રાણ અને ચક્ષુ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયદળ, વચનકાળ ૮, યોનિ-બે લાખ.
૧૦. પ્રથમ નરકના જીવો શરીરની ઉંચાઈ- કા ધનુષ અને ૬ અંગુલ, આયુષ્ય-એક સાગરોપમ, સ્વકાયસ્થિતિ-નથી, પ્રાણ-પાંચેય ઇન્દ્રિયો, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણ બળ ૧૦, યોનિ-સાતેય નરકની ભેગી ચાર લાખ.
૧૧. બીજી નરકના જીવો શરીરની ઉંચાઈ ૧પના ધનુષ અને ૧૨ અંગુલ, આયુષ્યત્રણ સાગરોપમ, સ્વકાયસ્થિતિ-નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦.
૧૨. ત્રીજી નરકના જીવો શરીરની ઉંચાઈ- ૩૧ ધનુષ, આયુષ્ય-સાત સાગરોપમ, સ્વકાયસ્થિતિ-નથી, પ્રાણ-પ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦.
૧૩. ચોથી નરકના જીવો શરીરની ઉંચાઈ-૬રા ધનુષ, આયુષ્ય-૧૦ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦.