________________
જીવવિચાર પ્રકરણ
૩૧
(૧૬) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા ગર્ભજ-મનુષ્ય, અને
ચતુષ્પદ. (૧૭) તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓ અને નારકો.
૩. સ્વકાય સ્થિતિ (૧) સ્વકાય સ્થિતિ રહિત દેવતાઓ, નારકો. (૨) સાત-આઠ ભવની સ્વકાસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચો અને
મનુષ્યો. (૩) સંખ્યાત વર્ષની સ્વાય સ્થિતિવાળા બેઇન્દ્રિય, તેન્દ્રિય,
ચરિન્દ્રિય. (૪) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધીની સ્વકાય સ્થિતિવાળા
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ
કાય. (૫) અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી સ્વકાય સ્થિતિવાળા સાધારણ વનસ્પતિકાય.
૪. પ્રાણો. (૧) ચાર પ્રાણોવાળા પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય,
વનસ્પતિકાય. (૨) છ પ્રાણવાળા બેઇન્દ્રિય. (૩) સાત પ્રાણવાળા તેઈન્દ્રિય .