________________
જીવવિચાર પ્રકરણ
(૪) આઠ પ્રાણવાળા ચઉરિન્દ્રિય. (૫) નવ પ્રાણવાળા સંમૂચ્છિમ પંચેન્દ્રિય-તિર્યંચો અને મનુષ્યો. (૬) દશ પ્રાણવાળા પંચેન્દ્રિય-દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ.
૫. યોનિઓનું પ્રમાણ (૧) બે લાખ યોનિવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય. (૨) ચાર લાખ યોનિવાળા દેવતા, નારક, તિર્યંચ પંચેન્દ્રિય. (૩) સાત લાખ યોનિવાળા પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય,
વાયુકાય. (૪) દશ લાખ યોનિ વાળા પ્રત્યેક વનસ્પતિકાય (૫) ૧૪ લાખ યોનિવાળા સાધારણ વનસ્પતિકાય અને મનુષ્યો.
સિદ્ધભગવંતો ઉપર પાંચ દ્વારો તેઓને - (૧) શરીર નથી. (૨) આયુષ્ય નથી. (૩) સાદિ અનંતકાળ સુધી
સ્વસ્થાન સ્થિતિ કહી છે. (૪) પ્રાણો નથી. (૫) યોનિઓ નથી.