________________
૧૮
જીવવિચાર પ્રકરણ
કેટલાંક નામો
(૧) નારકીના ગોત્રનાં નામ.
(૧) ઘમ્મા, (૨) વંશા, (૩) સેલા, (૪) અંજના, (૫)
રિષ્ઠા, (૬) મઘા, (૭) માઘવતી. (૨) પંદર કર્મભૂમિ.
૫ ભરત ક્ષેત્ર, ૫ ઐરાવત ક્ષેત્ર, ૫ મહાવિદેહ ક્ષેત્ર.
(૩) ત્રીસ અકર્મભૂમિ
પ હિમવંત ક્ષેત્ર, ૫ હિરણ્યવંત ક્ષેત્ર, ૫ હરિવર્ષ ક્ષેત્ર, ૫
રમ્યક્ષેત્ર, ૫ દેવકુરુ ક્ષેત્ર અને ૫ ઉત્તરકુરુ ક્ષેત્ર. (૪) છપ્પન અંતર્લીપ
લઘુ હિમવંત પર્વત અને શિખરી પર્વતની લવણ સમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ તરફ જતી ચાર ચાર દાઢાઓ છે. કુલ આઠ દાઢાઓ છે. તે દરેક ઉપર સાત સાત અંતર્લીપ છે. કુલ પ૬ અંતર્લીપ.
(૫) ભવનપતિ દેવો- ૧૦
(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩)સુવર્ણ કુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર (૬)દ્વીપકુમાર (૭)ઉદધિકુમાર (૮)દિશિકુમાર (૯)પવનકુમાર અને (૧૦)સ્વનિત (મઘ)કુમાર.