________________
જીવવિચાર પ્રકરણ
૧૭
(૭) નરક પૃથ્વીના સાત ભેદ છે.
(૧) રત્નપ્રભા (૨) શર્કરામભા (૩)વાલુકાપ્રભા (૪)પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમ:પ્રભા અને
(૭)તમસ્તમપ્રભા (૮) તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ત્રણ ભેદ છે.
૧. જલચર-પાણીમાં ચાલનારા, માછલાં વગેરે. ૨. સ્થલચર- જમીન ઉપર ચાલનારા
(સ્થલચરના ત્રણ ભેદ નીચે મુજબ) (૧) ચતુષ્પદ - ચાર પગે ચાલનારા પશુઓ ગાય વગેરે
(૨) ઉરપરિસર્પ - પેટે ચાલનારા, સર્પ વગેરે
(૩) ભુજપરિસર્પ-હાથની મદદથી ચાલનારા,નોળીયા વગેરે
૩. ખેચર- આકાશમાં ઉડનારા, પોપટ વગેરે પક્ષીઓ. (૯) મનુષ્યના ત્રણ ભેદ છે.
(૧) ૧૫ કર્મભૂમિમાં (૨) ૩૦ અકર્મભૂમિમાં અને
(૩) પ૬ અંતર્લીપમાં જન્મેલા. (૧૦) દેવોના ચાર ભેદ છે.
(૧) ભવનપતિ ૧૦, (ર) વ્યંતર ૮, (૩) જયોતિષ્ક ૫ અને (૪) વૈમાનિક ર.