________________
૧૬
૩. તેઉકાય - અગ્નિરૂપે જીવો. ૪. વાયુકાય - વાયુરૂપે જીવો. ૫. વનસ્પતિકાય - ઝાડ પાનઆદિકરૂપે જીવો. (એ પાંચેયને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે.)
(૪) વનસ્પતિકાયના બે ભેદ છે.
જીવવિચાર પ્રકરણ
૧. પ્રત્યેક-જે એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ જીવો.
૨. સાધારણ-એક શરીરને આશ્રયીને અનંત જીવ હોય, તે સાધારણ વનસ્પતિ જીવો.
(૫) ત્રસકાયના ચાર ભેદ છે.
૧. બેઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય (ચામડી) અને રસનેન્દ્રિય (જીભ) વાળા. પોરા વગેરે.
૨. તેઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય (નાસિકા)વાળા કીડી વગેરે.
૩. ચરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય (આંખ) વાળા વીંછી વગેરે.
(આ ત્રણ ભેદ વિકલેન્દ્રિય કહેવાય છે.)
૪. પંચેન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય(કાન)વાળા, હાથી, ગાય, માણસ વગેરે.
(૬) પંચેન્દ્રિય જીવના ચાર ભેદ છે.
૧. નાક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય, અને ૪. દેવો.