________________
જીવવિચાર પ્રકરણ
૧૫
મનુષ્ય જન્મની સાર્થકતા અને ગ્રંથકારનો અંતિમ ઉપદેશ
માટે હવે તો, દુર્લભ છતાં મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યા છે. ત્યારે હે (ભવ્ય મનુષ્યો) જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિ વડે, પૂજય પુરુષોએ (શ્રી શાન્તિસૂરિ મહારાજે) બતાવેલા ધર્મમાં ઉદ્યમ કરો. ૫૦. एसो जीववियारो, संखेवरुईण जाणणाहेउ । संखित्तो उद्धरिओ, रुद्दाओ सुय-समुद्दाओ ॥५१ ॥
રૂતિ શ્રી નીવવિઘRBરમ્ |
- ઉપસંહાર :આ જીવવિચાર સંક્ષેપરુચિ જીવોને સમજાવવા ગંભીર શ્રત સમુદ્રમાંથી સંક્ષેપમાં ઉધૃત કર્યો છે. તે પ૧ //
૧. જીવોના મુખ્ય ભેદોની સમજ (૧) જીવોના બે ભેદ છે.
૧. સંસારી - કર્મ સહિત.
૨. સિદ્ધ - કર્મ રહિત. (૨) સંસારી જીવના બે ભેદ છે.
૧. ત્રસ - ઇચ્છા પૂર્વક હાલે ચાલે છે.
૨. સ્થાવર - સ્થિર રહે તે (૩) સ્થાવર જીવના પાંચ ભેદ છે.
૧. પૃથ્વીકાય - માટી પાષાણાદિક રૂપે જીવો. ૨. અપ્લાય - પાણીરૂપે જીવો.