________________
૧૪
જીવવિચાર પ્રકરણ चउरो चउरो नारय, सुरेसु मणुआण चउदस हवंति । संपिंडिया य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥४७॥
નારકો અને દેવોની ચાર ચાર, અને મનુષ્યોની ચૌદ લાખ) છે. સરવાળે તે સર્વે યોનિઓ ચોરાસી લાખ થાય છે. ૪૭. सिद्धाणं नत्थि देहो, न आउकम्मं न पाण-जोणिओ। साइअणंता तेसिं, ठिई जिणिंदागमे भणिआ ॥ ४८ ॥
| સિદ્ધ ભગવંતો અંગે ઉપરનાં પાંચ દ્વારો:સિદ્ધોને-નથી શરીર, નથી આયુષ્ય કર્મ, નથી પ્રાણ અને યોનિઓ.- (ફક્ત) તેઓની (સ્વસ્થાનમાં) સ્થિતિ શ્રી જિનેશ્વર પ્રભુના આગમોમાં સાદિ અનંત કહી છે. ૪૮.
યોનિઓથી ભયંકર આ સંસારમાં શ્રી જિનવચનને નહીં પામેલા જીવોની કેવી સ્થિતિ થાય છે? काले अणाइनिहणे, जोणि-गहणम्मि भीसणे इत्थ । भमिया भमिहिंति चिरं, जीवा जिणवयणमलहंता ॥४९॥
શ્રી જિને શ્વર પ્રભુના વચનને નહિ પામેલા જીવો યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ-અનંતકાળ ભમ્યા છે અને હજુ ઘણો વખત ભમ્યા કરશે. ૪૯. ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहेवि संमत्ते । સિરિતિસૂરિસિદ્ધે, વદ મો! ૩ન્ન થખે છે ૫૦ છે.