________________
જીવવિચાર પ્રકરણ
૧
૩
असन्निसन्निपंचिंदिएसु, नव दस कमेण बोधव्वा । तेहिं सह विप्पओगो, जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥
મન વગરના અને મનવાળા પંચેન્દ્રિયોને અનુક્રમે નવ અને દશ (પ્રાણી)જાણવા. તે (પ્રાણી)ની સાથેનો વિયોગ જ જીવોનું મરણ કહેવાય છે. ૪૩. एवं अणोरपारे, संसारे सायरम्मि भीमम्मि । पत्तो अणंतखुत्तो, जीवेहि अपत्तधम्मेहिं ॥ ४४ ॥
આર-પાર વગરના સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ નહીં પામેલા જીવો, એ પ્રકારે (પ્રાણોના વિયોગ-મરણ) અનંતવાર પામ્યા છે. ૪૪. तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं । પુવાડું , પત્તેયં સત્ત જોવ છે ૪પ છે
તથા જીવોની યોનિઓની સંખ્યા ચોરાસી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાં દરેકની સાત સાત લાખ) જ છે. ૪૫. दस पत्तेयतरूणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदिएसु दो दो, चउरो पंचिंदितिरियाणं ॥ ४६ ॥
૫. યોનિઓની સંખ્યા :પ્રત્યેક વનસ્પતિકાયની દશ, અને ઇતર (સાધારણ)ની ચૌદ, વિલેન્દ્રિયોની બબ્બે અને પંચેન્દ્રિય તિર્યંચોની ચાર લાખ) છે. ૪૬.