________________
૧૨
જીવવિચાર પ્રકરણ
એ પ્રકારે શરીરની ઊંચાઈ અને આયુષ્યના માપ ટૂંકામાં કહ્યાં, પરંતુ એમાં જે વિશેષ હકીકત છે, તે વિશેષ સૂત્રોમાંથી જાણવી. ૩૯. एगिदिया य सव्वे, असंखउस्सप्पिणी सकायम्मि । उववज्जंति चयंति य, अणंतकाया अणंताओ ॥ ४० ॥
૩. સ્વકાર્યમાં સ્થિતિ - સર્વે એકેન્દ્રિયો અસંખ્ય અને અનંતકાયો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી સ્વકામમાં જન્મે છે અને મરે છે. ૪૦. संखिज्जसमा विगला, सत्तट्ठ भवा पणिदितिरिमणुआ । उववज्जंति सकाए, नारय देवा य नो चेव ॥ ४१ ॥
વિકલેન્દ્રિયો સંખ્યાત વર્ષ તથા પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો સાત આઠ ભવ સ્વાયમાં ઊપજે છે, નારક અને દેવોની સ્વકાસ્થિતિ નથી. ૪૧. दसहा जिआण पाणा इंदिअउसासआउबलरूवा । एगिदिएसु चउरो, विगलेसु छ सत्त अढेव ॥ ४२ ॥
૪. પ્રાણોની સંખ્યા - જીવોના (પાંચ) ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને (ત્રણ) બળ રૂપે દશ પ્રકારે પ્રાણો (હોય) છે. એકેન્દ્રિયોમાં ચાર અને વિકસેન્દ્રિયોમાં છ, સાત અને આઠ જ છે. ૪૨.