________________
૧૩૧
જીવવિચાર પ્રકરણ
૨. બાકીના જીવોની યોનિઓની સંખ્યા दस पत्तेय-तरुणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिदिएसु दो दो, चउरो पंचिंदि-तिरियाणं ॥ ४६ ॥ चउरो चउरो नारय, -सुरेसु मणुआण चउदस हवंति । संपिडिआ य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥ ४७ ॥ अन्वयः पत्तेय-तरुणं दस, इयरेसु चउदस लक्खा हवंति ।
विगलिदिएसु दो दो, पंचिंदि-तिरियाणं चउरो ॥ ४६ ॥ नारय-सुरेसु चउरो चउरो, मणुआण चउदस लक्खा हवंति । सव्वे संपिंडिआ, जोणीण चुलसी लक्खा. ॥ ४७ ॥
શબ્દાર્થ પત્તેય-તરુણ-પ્રત્યેક વનસ્પતિકાયની, ઇયરે સુ-ઈતરોનેસાધારણ વનસ્પતિકાયની, વિગલિંદિએ સુ-વિકસેન્દ્રિયોમાં, સંપિડિયા- સરવાળો કરતાં એકઠી થયેલી, ચુલસીલખ-ચોરાશી લાખ. જોણીણ- યોનિઓની. ૪૬-૪૭.
ગાથાર્થ પ્રત્યેક વનસ્પતિકાયની દશ, અને ઇતર (સાધારણ વનસ્પતિકાય)ની ચૌદ લાખ, વિકસેન્દ્રિયોની બબ્બે, પંચેન્દ્રિય તિર્યંચોની ચાર (લાખ) છે. ૪૬.
નારકો અને દેવોની ચાર ચાર, અને મનુષ્યો ચૌદ (લાખ) હોય છે. બધી એકઠી કરવાથી યોનિઓ ચોરાશી લાખ થાય છે.૪૭.