________________
૧ ૩૦
જીવવિચાર પ્રકરણ
૫ મું યોનિદ્વાર. ૧. એકેન્દ્રિયોની યોનિ સંખ્યા तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं ।
पुढवाईणं चउण्हं, पत्तेयं सत्तसत्तेव ॥ ४५ ॥ अन्वयः तह जीवाणं जोणीण, संखा चउरासी लक्खा होइ । पुढवाईणं चउण्हं, पत्तेयं सत्त सत्तेव. ॥ ४५ ॥
શબ્દાર્થ તહ-તથા. ચઉરાસી-ચોરાશી, લકખા-લાખ. સંખા-સંખ્યા, જોહીણ-યોનિઓની, હોઇ-છે, જીવાણું-જીવોની, પુઢવાઈર્ણપૃથ્વીકાયાદિક, ચઉદ્ધ-ચારેયમાં, પત્તયં-દરેકની, સત્ત-સત્ત-સાત સાત, એવ-જ. ૪૫.
ગાથાર્થ તથા, જીવોની યોનિઓની સંખ્યા ચોરાશી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાં દરેકની સાત સાત (લાખ) જ છે. ૪૫.
સામાન્ય વિવેચન યોનિ એટલે જીવોની ઉત્પત્તિનું સ્થાન. ઉત્પત્તિનાં સ્થાનો અસંખ્ય છે. પરંતુ જે જે સ્થાનોમાં અમુક અમુક સમાનતા છે, તેઓનું એક સ્થાન ગણીને તેનાં ચોરાશી લાખ સ્થાનો ગણાવ્યાં છે. એક સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન- આકાર હોય, તેવા ઘણા ઉત્પત્તિ સ્થાનો હોય; તો પણ તે એક યોનિ ગણાય છે. આ રીતે કુલ ચોરાશી લાખ જીવયોનિઓ છે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાયુકાયની સાત સાત લાખ યોનિઓ છે. ૪૫.