________________
૧૨૮
જીવવિચાર પ્રકરણ
સાત પ્રાણો છે. એટલી વિશેષતા સમજવી. ૪૩.
ઉપદેશ एवं अणोर-पारे, संसारे सायरम्मि भीमम्मि । પત્તો મiત-વૃત્તો, નીર્દિ પત્ત-થોર્દિ૪૪ अन्वयः अणोर-पारे भीमम्मि, संसारे सायरम्मि । સપત્ત-થોર્દિ, નીર્દિ, પુર્વ મviત-વૃત્ત પરો. . ૪૪ .
શબ્દાર્થ એવં- એ પ્રકારે, અણોર-પારે-આ પાર કે સામા પાર વગરનો, આ કાંઠો કે સામા કાંઠા વગરનો અનાદિ અનંત. સંસારે સંસારરૂપી, સાયરમિ- સાગરમાં, ભીમમ્મિ- ભયંકર, અપત્તધમૅહિ-ધર્મને નહીં પામેલા. જીવેહિ-જીવોએ. (પ્રાણોનો વિયોગ એટલે મરણ), પત્તા-પામ્યા છે. અસંતખુત્તો-અનંતવાર, (ખુત્તો-વાર) ૪૪.
ગાથાર્થ આર-પાર વગરના સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ નહીં પામેલા જીવો એ પ્રકારે (પ્રાણોનો વિયોગ-મરણ) અનંતવાર પામ્યા છે.
સામાન્ય વિવેચન સંસાર અનાદિ અનંતકાળનો છે, અને ઘણો જ ભયંકર છે. ધર્મ નહીં પામેલા જીવોને અનંતવાર પ્રાણોનો વિયોગ થાય છે એટલે કે મરવું પડે છે. અનંતવાર મરવું-જન્મવું એ જ તેનો સંસાર. અનંતવાર મરવું અને જન્મવું એ જ તેની ભયંકરતા.