________________
૧૨૭
જીવવિચાર પ્રકરણ
તેઓ (પ્રાણો)ની સાથેનો “વિયોગ” જ જીવોનું “મરણ” કહેવાય છે.
સામાન્ય વિવેચન
અસંક્ષિપંચેન્દ્રિય જીવોને પાંચમી શ્રોત્રેન્દ્રિય વધારે હોવાથી તેઓને નવ પ્રાણ હોય છે, અને સંક્ષિપંચેન્દ્રિય જીવોને મનબળ વધારે હોવાથી તેને દશ પ્રાણો હોય છે. દુનિયામાં “અમુક જીવ મરી ગયો” એવું કહેવાય છે. તેનો વાસ્તવિક શો અર્થ છે ? તે, ગાથાના પાછલા અડધા ભાગમાં સમજાવે છે. મરણ એટલે-ઉપર જેને જેટલા પ્રાણો ગણાવ્યા છે, તે સર્વનો નાશ, તે જ જીવનું મરણ. તેથી મરણ એટલે પોતાના પ્રાણોનો વિયોગ. પ્રાણોનો વિયોગ એટલે મરણ. “અમુક માણસ મરી ગયો” એટલે કે (તેના પ્રાણો છુટી ગયા એટલે “તે માણસ મરી ગયો, એટલે કે) પોતાના પ્રાણો સાથે તેના આત્માનો વિયોગ થયો. તે જીવનું મરણ ગણાય છે. આત્મા અમર છે, તે કદી મરતો નથી, પરંતુ પ્રાણો અને આત્મા જુદા પડે તે મરણ કહેવાય છે.
ગર્ભજ મનુષ્યો અને તિર્યંચો તથા દેવતા અને નારકો સંજ્ઞિપંચેન્દ્રિય કહેવાય છે. બાકીના જીવો અસંશી કહેવાય છે. કેમકે-તે મન વિનાના છે. એટલે એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો પણ અસંજ્ઞી કહેવાય છે. મન વિનાના પંચેન્દ્રિયો અસંજ્ઞી પંચેન્દ્રિયો ગણાય છે. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો પણ અસંશી પંચેન્દ્રિયો છે, કેમકે તે મન વિનાના હોય છે.
સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં વચનબળ નથી હોતું, તેથી આઠ પ્રાણ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં મરી જાય છે. તેથી