________________
જીવવિચાર પ્રકરણ
૧૦૭
સામાન્ય વિવેચન આઠ કર્મોથી છુટા થઈ મોલમાં ગયેલા જીવો મુક્તજીવો કહેવાય છે. મુક્ત એટલે (કર્મોથી) છુટા પડેલા, મોક્ષ એટલે કર્મોથી છુટકારો. સિદ્ધ = તૈયાર, કર્મોથી છુટી નિર્મળ આત્મા તરીકે પ્રગટ થયેલા. નિર્વાણ સંસારનું બુઝાઈ જવું. સિદ્ધિગતિસંપૂર્ણ ગુણો પ્રગટ થવા રૂપ કાર્યની સફળતા પામેલા જીવો જેવી પરિસ્થિતિમાં રહે છે. તે પરિસ્થિતિ વગેરે મોક્ષના નામો છે.
અહીં સુધી સંસારી અને મુક્ત, સંસારીના ત્રસ અને સ્થાવર, સ્થાવરના પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિ, ત્રસના બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયવિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના સાત નરક, ગર્ભજ તથા સંમૂચ્છિમ જળચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર એમ પાંચ-પાંચ તિર્યંચો, કર્મભૂમિમાં, અકર્મભૂમિમાં અને અંતર્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, તથા ચાર પ્રકારના દેવો અને પંદર પ્રકારના સિદ્ધો; એમ આ જગતમાં જેટલા જીવો છે, તે તમામના ભેદો અને પ્રકારો જો કે ટુંકામાં પણ બધા સમજાવી દીધા છે.