________________
૧૦૨
જીવવિચાર પ્રકરણ
ભવનપતિ દેવો ઘર જેવા ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે.
ભવનોમાં રહે છે, માટે તેઓ ભવનપતિ કહેવાય છે. અને કુમાર જેવા રૂપાળા, આનંદી, રમતિયાળ અને છેલબટાઉ-શોખીન હોવાથી, અસુરકુમાર વગેરે દરેકના નામોને છેડે કુમાર શબ્દ લગાવાય છે.
વ્યંતર દેવો- ઉપર જણાવ્યા પ્રમાણે રત્નપ્રભા નારક પૃથ્વીના ઉપર છોડેલા હજાર યોજનના દળમાંથી નીચેના અને ઉપરના સો સો યોજન છોડીને, બાકીના આઠસો યોજનમાં આઠ વ્યંતર દેવોની જાતિ રહે છે.
તેવી જ રીતે ઉપરના છોડેલા સો યોજનમાં ઉપર અને નીચેના દશ દશ યોજન છોડીને, વચ્ચેના અંશી યોજનમાં આઠ વાનગૅતર જાતિના દેવો રહે છે. | વ્યંતર એટલે અંતર વગરના, અથવા વિવિધ પ્રકારના અંતરવાળા, એટલે કે છેટે-છેટે રહેનારા. વનો વગેરેમાં રહેવા ઉપરથી વાનમંતર-વાનભંતર પણ નામ પડ્યું છે. જ્યોતિષ્ક દેવો- ત્રણ લોક ઃ જે ભાગમાં ૭ નારકો રહે છે, તે અધોલોક છે. ઉપર વૈમાનિક દેવો રહે છે, તે ઊર્ધ્વલોક કહેવાય છે. અને આપણે રહીએ છીએ, તે તિર્યતિથ્યલોક કહેવાય છે. એ પ્રમાણે ત્રણ લોક છે.
તિર્જીલોકની બરાબર વચમાં મેરૂ પર્વત છે અને મેરૂ પર્વતના મૂળમાં આઠ રુચકપ્રદેશવાળી સમભૂતલા નામની એક