________________
જીવવિચાર પ્રકરણ
૧૦૧
સંમૂચ્છિમ મનુષ્યો, ગર્ભજ મનુષ્યોના વિષ્ઠા, મૂત્ર, બડખા, નાસિકાનો મેલ, વમન, પરૂ, લોહી, મૈથુનક્રિયા, વીર્ય, પિત્ત, શ્લેખવીર્યના સૂકા પુદ્ગલો (ભીંજાય તો) નગરના ખાળ, મૃતકના કલેવરો અને સર્વ અશુચિ-સ્થાનોમાં ઉત્પન્ન થાય છે.
દેવોના પેટા ભેદો સાથે મુખ્ય ભેદો दसहा भवणा-ऽहिवई, अट्ठ-विहा वाणमंतरा हुति । ગોલિયા વંત્ર-વિદા, ટુ-વિદા વેપાયા તેવા ૨૪ . अन्वयः भवणाहिवई वाणमंतरा, जोइसिया, वेमाणिया देवा । સટ્ટા અવા, પંર-વિહારુ-વિદા હૈંતિ. . ૨૪ .
શબ્દાર્થ દસહા- દશ પ્રકારે, ભવાહિવઈ- ભવનાધિપતિ, ભવનપતિ, અટ્ટવિહા- આઠ પ્રકારે, વાણમંતરા- વાણવ્યંતરો, જોઈસિયા- જયોતિષ્ક, જયોતિષી, પંચવિહા-પાંચ પ્રકારે, વેમાણિયા- વૈમાનિકો, વિમાનમાં રહેનારા. ૨૪.
ગાથાર્થ ભવનાધિપતિ દશ પ્રકારે, વ્યંતરો આઠ પ્રકારે, જ્યોતિષ્ક પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો બે પ્રકારે છે. ૨૪.
સામાન્ય વિવેચન ભવનપતિ દેવો-રત્નપ્રભા નામની નારકમૃથ્વીના ૧૮૦૦૦૦ (એક લાખ એંશી હજાર) યોજનાના જાડા થરમાંથી ઉપર અને નીચેના એક હજાર યોજન બાદ કરતાં, બાકી રહેલા ૧,૭૮, OOO યોજનમાં તેર પ્રતરના થરના બાર આંતરામાં આ