________________
જીવવિચાર પ્રકરણ
૧૦૩
સપાટ જમીનનો ભાગ છે, કે જ્યાંથી આપણા શાસ્ત્રમાં બતાવેલા દરેક માપ થાય છે, તે સમભૂતલાથી નવસો યોજન ઉપર અને નવસો યોજન નીચે એમ અઢારસો યોજન તિøલોક છે. - તેમાં ઉપર નવસો જોજનમાં પ્રકાશ કરનારા-જ્યોતિષ્ક દેવો નીચે પ્રમાણે આવેલા છે : સમભૂતલા ઉપર ૭૯૦ યોજને તારાનાં વિમાનો, પછી ૧૦ યોજન ઉપર સૂર્યનાં વિમાન, પછી ૮૦ યોજન ઉપર ચંદ્રનાં વિમાન, પછી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન, અને તેથી ૧૬ યોજન ઉપર ગ્રહોનાં વિમાનો છે.
અઢી દ્વીપ ઉપર રહેલા ઉપર કહેલા પાંચેય જયોતિષ્કના બધા વિમાનો મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. માટે તે ચર
જ્યોતિષ્ક કહેવાય છે. અઢીદ્વીપની બહાર બધા સ્થિર રહે છે, માટે તે સ્થિર જ્યોતિષ્ક કહેવાય છે. એટલે પાંચ ચર અને પાંચ સ્થિર એમ દશ જ્યોતિષ્ક દેવો છે.
આમ ભવનપતિદેવો અધોલોકમાં, વ્યંતર તથા વાણવ્યંતર સામાન્ય રીતે તિøલોકના નીચેના ભાગમાં તથા જયોતિષ્કો ઉપરના ભાગમાં છે, અને વૈમાનિક દેવો ઊર્ધ્વલોકમાં છે. તે નીચે પ્રમાણે :
વૈમાનિક દેવો :-વિ-માન = વિચિત્ર પ્રકારના માન-માપ વાળાં વિમાનો. તેમાં ઉત્પન્ન થતા હોવાથી તે દેવોનું નામ વૈમાનિક છે.
ગ્રહોના વિમાનો પછી ઉપર જઈએ ત્યારે અસંખ્ય યોજનનો એક રાજલોક પૂરો થયા પછી દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક આવે છે. એ જ પ્રમાણે તેની ઉપર દક્ષિણ