________________
૯૮
જીવવિચાર પ્રકરણ
સંમૂછિમ જન્મ કહેવાય છે. ચાર ઇન્દ્રિયો સુધીની ઇન્દ્રિયોવાળા તિર્યંચગતિના દરેક જીવો સંમૂચ્છિમ હોય છે. અને પંચેન્દ્રિય તિર્યંચોમાં કેટલાક સંમૂચ્છિમ અને કેટલાક ગર્ભજ એમ બન્નેય પ્રકારના હોય છે. - સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિના સામાન્ય પ્રકારો : એકેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવો પોતાની ઉત્પત્તિને લાયક સંજોગો મળી જાય એટલે લગભગ પોતાની સ્વજાતિના જીવોની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે.
તે ઇન્દ્રિય જીવો સ્વજાતિના જીવોના મળ-વિષ્ટા વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે.
ચાર ઇન્દ્રિયવાળા જીવો સ્વજાતિના જીવોની લાળ, મળ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે; પંચેન્દ્રિય જળચરોમાં માછલાં વગેરે સંમૂચ્છિમ અને ગર્ભજ બન્ને પ્રકારના હોય છે. ભુજપરિસર્પ અને ઉર:પરિસર્પ પણ બન્ને પ્રકારના હોય છે. સંમૂરિસ્કમ મનુષ્યો અપર્યાપ્ત જ મરે છે. પક્ષીઓમાં સંમૂરિસ્કમ પ્રાણીઓ સૂડા વગેરે સ્વજાતિના મૃતફ્લેવરોમાંથી ઉત્પન્ન થઈ જાય છે. મનુષ્યો, બળદ વગેરે જરાયુ-ઓરમાં વીંટાઇને જન્મે છે. તે જરાયુજ ગર્ભજ કહેવાય છે. બીજા કેટલાક પશુઓ જરાયુ કે ઇંડા વિના સીધા બચ્ચાંરૂપે જન્મે છે. તે હાથી વગેરે પોતજ ગર્ભજ કહેવાય છે.
કોઈ વખતે આપણે બેઠા હોઇએ અને એકાએક વરસાદનું ઝાપટું પડે, કે થોડી જ વારમાં પાંખોવાળા ઉધઈ જેવાં જીવડાં ઊડીને આપણને ગભરાવી નાખે છે. થોડીવારમાં તેની પાંખો તૂટી જાય છે. અને થોડીવારમાં તો તે જીવડાંઓ મરી પણ જાય છે. તે