________________
જીવવિચાર પ્રકરણ
૯૯
બધા ગર્ભ વિના માત્ર સંમૂચ્છિમ તરીકે ઉત્પન્ન થયાં હોય છે. એ રીતે ચોમાસામાં અનેક જાતના સંમૂચ્છિમ જીવો જન્મતાંની સાથે ઉભરાઈ જતાં આપણે જોઈએ છીએ.
રર સ્થાવરના, ૬ વિકસેન્દ્રિયોના, ૨૦ પંચેન્દ્રિય તિર્યંચોના, એ પ્રમાણે તિર્યંચગતિમાં રહેલા જીવોના કુલ ૪૮ ભેદો છે.
જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ભરતક્ષેત્ર છે. ભારતની ઉત્તરે હિમવંત ક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્ર છે, તેની વચ્ચે અનુક્રમે (લઘુ)હિમવંત અને મહાહિમવંત પર્વતો છે. હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે નિષધ પર્વત અને તેની ઉત્તરે મહાવિદેહ ક્ષેત્ર છે, તેની ઉત્તરે નીલવંત પર્વત છે. તે પછી રમ્યક્ષેત્ર, રુક્તિ પર્વત, હિરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્ર આવે છે. આ રીતે એ સાત ક્ષેત્રોમાં મનુષ્ય રહે છે.
તેમાંના ભરત, એરવત અને મહાવિદેહ : એ ત્રણ કર્મભૂમિઓ છે. તેમાં રહેલ મનુષ્યો કર્મભૂમિ કહેવાય છે. બાકીના ચાર ક્ષેત્રો તથા મહાવિદેહમાં આવેલા દેવકુરુ અને ઉત્તરકુરુ એ છ ક્ષેત્ર અકર્મભૂમિ કહેવાય છે. તેમાંનાં મનુષ્યો પણ અકર્મભૂમિ જ કહેવાય છે.
હિમવંત અને શિખરી પર્વતની બન્ને બાજુએ બબ્બે દાઢાઓ લવણસમુદ્રમાં ગયેલી છે. તે આઠ દાઢાઓ ઉપર સાત સાત અંતર્લીપો છે, એટલે કુલ પ૬ અંતર્લીપો (સમુદ્રની અંદર રહેલા દ્વિીપો) માં રહેલા મનુષ્યો અંતર્લીપજ મનુષ્યો ગણાય છે.
૬ કર્મભૂમિ અને ૧૨ અકર્મભૂમિઓ ધાતકીખંડમાં છે ને