________________
જીવવિચાર પ્રકરણ
વિયય-પક્ષી-વિતતપક્ષી-વિતત- પહોળી કરેલી પાંખવાળા. ૨૨.
ગાથાર્થ
રૂંવાટીની બનેલી પાંખવાળા અને ચામડાની બનેલી પાંખવાળા પક્ષીઓ જાણીતા જ છે. અઢી દ્વીપની બહાર સંકોચાયેલી પાંખવાળા અને પહોળી કરેલી પાંખવાળા (પક્ષીઓ) હોય છે. ૨૨.
32
સામાન્ય વિવેચન
કાગડા, પોપટ, પારેવા, સમડી, ગીધ, હંસ, સારસ, ચકલી વગેરે રૂંવાટાની પાંખવાળા છે. અને ચામાચીડિયા, વાગોળ, વડવાંગળા વગેરે ચામડાની પાંખવાળા છે. કોઈ કોઈ વડવાંગળની પાંખ હાલમાં પણ બબ્બે ગજ લાંબી હોય છે.
જંબુદ્વીપ, ધાતકીખંડ દ્વીપ, અને અર્ધો પુષ્કરાવર્ત દ્વીપ એ અઢી દ્વીપમાં જ મનુષ્યો રહે છે. માટે તેનું નામ નરલોક કહેવાય છે. (અઢી દ્વીપનો નકશો આગળ ૧૦૮માં પેજ ઉપર આપેલ છે.) તેની બહાર કેટલાક એવા પક્ષીઓ છે, કે તેઓ ઉડે તો પણ તેમની પાંખ સંકેલાયેલી જ રહે છે. અને કેટલાક એવા છે કે જ્યારે બેસે ત્યારે પણ તેમની પાંખ ઉઘાડી જ રહે છે. ‘આ પક્ષીઓના જન્મ અને મરણ આકાશમાં જ થાય છે' એવી વાત આપણા પૂર્વાચાર્યો પરંપરાથી કહેતા આવ્યા છે. ૨૨.
સૂચન- શિક્ષકે અભ્યાસીઓને ઝીણા જંતુઓથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચો સુધીના પ્રાણીઓ નજરે દેખાડવા અને તે કયા ભેદમાં સમાય છે ? તે જણાવી તે વિષે વિદ્યાર્થી જેટલી સમજી શકે તેટલી માહિતી તેઓને આપવાથી આ વિષેનું જ્ઞાન રસપ્રદ થશે.
-