________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિ૩૦
જૈન રામાયણ “ધન્ય. રત્નજટી! તું સાહસિક, દયાર્દ અને પરોપકારી પુરુષ છે. ભલે એ દુષ્ટ રાવણે તારી વિદ્યા કરી લીધી, હું એની સર્વ વિદ્યાઓ હરી લઈ, યમસદનમાં પહોંચાડી દઈશ. રત્નજી! મૈથિલી વારંવાર મારું નામ લઈ, પોકારતી હતી?
શું કહું કૃપાનાથ? દેવીની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં, “હા રામ, હા વત્સ લક્ષ્મણ, હા ભ્રાતા ભામંડલ' બસ, આ સિવાય દેવીને કંઈ યાદ જ ન હતું. નરાધમ રાવણના પથ્થર હૃદય પર એની કોઈ અસર ન હતી.”
રત્નજીનો વૃત્તાંત સાંભળી.. શોક, ઉદ્વેગ, રોષ અને આનંદની મિશ્રા લાગણીઓથી ઊભરાઈ ગયા. વારંવાર સીતાનો વૃત્તાંત પૂછી, પોતાના હૃદયને તૃપ્ત કરવા મથવા લાગ્યા. સુરસંગીતનગરના અધિપતિ રત્નજીને પોતાની પાસે બેસાડી વાત્સલ્ય અને હેતથી પંપાળવા લાગ્યા.
લક્ષ્મણજી, સુગ્રીવ, ભામંડલ, વિરાધ, નલ-નીલ વગેરે વીરપુરુષો રત્નજીનો વૃત્તાંત સાંભળી, શ્રીરામના આદેશની પ્રતીક્ષા કરવા લાગ્યા.
સુગ્રીવરાજ!' આજ્ઞા પ્રદાન કરો.” વાનરેશ્વરે ઊભા થઈ, મસ્તક નમાવી, અંજલિ જોડી. “અહીંથી લંકા કેટલી દૂર છે?'
લંકા દૂર હો કે આસન હો, તેથી શું? વિશ્વવિજેતા રાવણ સમક્ષ આપણે સહુ તૃણસમાન છીએ.”
પરાક્રમી રાજેશ્વર, જય-પરાજયનો મનમાં સહેજે વિચાર કર્યા વિના, તમે માત્ર સાક્ષીરૂપ બની, અમને માત્ર લંકા બતાવો; રાવણને બતાવો, એનું પરાક્રમ , વીરતા અને વિશ્વવિજેતાપણું તરત જાણવા મળશે, સૌમિત્રીનાં તીર એની પરીક્ષા કરી લેશે.' શ્રી રામે સ્વસ્થતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો. શ્રી રામના વક્તવ્યનું અનુસંધાન કરતા લક્ષ્મણજી બોલ્યા :
કોણ છે રંકરાવણ? શ્વાનની જેમ છલ કરીને જે મૈથિલીનું અપહરણ કરી ગયો, તેના પરાક્રમનાં તમે ગીત ગાઓ છો? એક ક્ષત્રિયના આચારધર્મને અનુસરી, હું એનો અવશ્ય શિરચ્છેદ કરીશ. તમે સહુ દૃષ્ટા બનીને મારું યુદ્ધનાટક જોજો.’
શાંત ચિત્તે સર્વ વૃત્તાંત સાંભળી રહેલ વયોવૃદ્ધ જાંબવાન બોલ્યા : “પૂજ્ય પુરુષ, આપની વાત યથાર્થ છે, એમાં જરાય સંદેહ નથી. પરંતુ એક સત્ય વાત, મારે કહેવી જોઈએ. એક સમયે જ્ઞાની પુરુષ અનન્તવીર્ય મુનિએ રાવણનું ભવિષ્ય પ્રકાશિત કરતાં કહ્યું હતું : જે મહાપુરુષ “કોટિશિલા”
For Private And Personal Use Only