________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાના સમાચાર મળ્યા
૩૩૧ પોતાના બાહુબળથી ઉપાડશે તે રાવણનો વધ કરશે.” માટે મારી ઇચ્છા છે કે આર્યપુત્ર લક્ષ્મણને ત્યાં લઈ જવા અને તેઓ “કોટિશિલા ઉપાડે.”
એવમસ્તુ' લક્ષ્મણજીએ જાંબવાનની વાત સ્વીકારી લીધી. આકાશયાન તૈયાર કરવામાં આવ્યું. લક્ષ્મણજી, ભામંડલ, જાંબવાન, વિરાધ, નલ-નીલ વગેરે આકાશયાનમાં આરૂઢ થયા. યાન ઊપડ્યું. અલ્પ સમયમાં સહુ કોટિશિલા પાસે પહોંચી ગયા.
જામ્બવાને કહ્યું : આ કોટિશિલા' છે. એ લક્ષ્મણજી ઉપાડે એટલે આપણને રાવણવધની ખાતરી થઈ જાય.'
લક્ષ્મણજી આગળ વધ્યા. બે બાહુ લંબાવ્યા અને કોટિશિલા ઊંચકાઈ! એક લતાની જેમ લક્ષ્મણજીએ કોટિશિલાને ઊંચી કરી. દેવોએ દિવ્યધ્વનિ કર્યો. જાંબવાન વગેરે વીરોએ જયજયકાર કર્યો. સહુને પ્રતીતિ થઈ ગઈ કે “લક્ષ્મણજીના હાથે રાવણનો વધ નિશ્ચિત છે.”
સહુ આકાશયાનમાં ગોઠવાયા. ખૂબ આશા, શ્રદ્ધા અને ઉમંગ સાથે કિષ્ક્રિશ્વિનગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. કાર્યની સફળતાનો સંદેશ શ્રી રામને આપવામાં આવ્યો. શ્રી રામ લક્ષ્મણજીને ભેટી પડ્યા.
વત્સ, હવે રાવણનો વધ નિશ્ચિત છે. યુદ્ધ વિના મુક્તિ નહિ થાય.”
કૃપાનાથ, એ વાતમાં હવે જરાય સંદેહને સ્થાન નથી; પરંતુ નીતિમાન પુરુષોના કર્તવ્ય અનુસાર પ્રથમ આપણે દુશમન પાસે દૂત મોકલવો જોઈએ. દૂત દ્વારા આપણી સંદેશો દમનને મળે. જો એ સમજી જાય અને મૈથિલીને બહુમાનપૂર્વક સોંપી દે તો યુદ્ધની પણ આવશ્યકતા ઊભી ન થાય” વાનરદ્વીપના વૃદ્ધ ફૂટનીતિશે પ્રસ્તાવ મૂક્યો.
ભામંડલે કહ્યું “અભિમાની રાવણ દૂતની વાત સાંભળી, સન્મતિ પામે એ આશા વ્યર્થ છે.”
એ પણ સત્ય છે, પરંતુ નીતિનું પાલન કરવું જોઈએ. દૂત દ્વારા પ્રશ્ન ઉકેલવાની તક ઊભી રાખવી જોઈએ. દૂત દ્વારા રાવણ નહીં જ માને, એ વાત સ્વીકારીને જ દૂત મોકલવાનો છે!'
લંકાના અધિપતિએ નીતિ જાળવી હોત તો આપણે નીતિ જાળવવાના નૈતિક બંધનમાં આવત; પણ જ્યારે તેણે નીતિનો નાશ કર્યો છે, પછી આપણે શા માટે નીતિ પકડી રાખવી?'
For Private And Personal Use Only