________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાના સમાચાર મળ્યા
૨૯ દિશામાં ઊડી રહ્યું હતું. તે વખતે વિમાનમાંથી એક પ્રકારનો અવાજ આવતો હતો. હું લંકાના માર્ગ વચ્ચે જઈને ઊભો. અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. “હા રામ.. વત્સ લક્ષ્મણ... હા ભાઈ ભામંડલ.' વિમાન આવી લાગ્યું. મેં મારું ખડગ ખેંચી કાઢી દશમુખને પડકાર્યો. દેવી સીતાને બચાવવા, મેં યુદ્ધ માટે દશમુખને આહ્વાન આપ્યું. પણ વિદ્યાપતિ દશમુખે મારી આકાશગામિની વિદ્યા જ હરી લીધી! હું આ કબૂદ્વીપ પર પટકાઈ પડ્યો અને લંકાપતિ રામની પત્નીને લઈ, લંકા તરફ ઊપડી ગયો. બસ, ત્યારનો હું આ કંબૂદ્વીપ પર પડ્યો છું, હવે આપ મા ઉદ્ધાર કરો.”
સુગ્રીવ રત્નજીને ભેટી પડ્યો. રત્નજી, હું જેની શોધ કરવા માટે આકાશપાતાળ એક કરી રહ્યો છું, એની શોધ તમે મને કરી આપી! મારું કામ પાર પડી ગયું. ચાલો મારી સાથે, હું તમને શ્રી રામનાં ચરણોમાં લઈ જાઉં. તમારા સમાચારથી શ્રી રામ આનંદવિભોર થઈ જશે. ચાલો, હવે વિલંબ કર્યા વિના મારા આકાશયાનમાં બેસી જાઓ.
૦ ૦ ૦. વાનરેશ્વરે અને રત્નજીએ શ્રીરામનાં ચરણે વંદન કરી. “કૃપાનિધિ, આપના આશીર્વાદથી દેવી મૈથિલીના સમાચાર મળી ગયા.
હે!” શ્રી રામ પાષાણના આસનેથી ઊભા થઈ ગયા અને વાનરેશ્વરના બે હાથ પકડી લઈ પૂછયું :
કહો, કહો, જલદી કહો, મૈથિલી ક્યાં છે? કોણ નરાધમ દેવીનું અપહરણ કરી ગયો?'
કૃપાવંત, એ સઘળો વૃત્તાંત આપશ્રીને મિત્ર રત્નજટી નિવેદન કરશે.' રત્નજર સામે દૃષ્ટિ કરી, વાનરેશ્વર શ્રી રામનાં ચરણોમાં બેસી ગયા. રત્નજટીએ શ્રીરામનો ચરણસ્પર્શ કરી, સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. લક્ષ્મણજીએ પણ રત્નજીની વાત ખૂબ એકાગ્રતાથી સાંભળી.
વીર પુરુષ, તેં લંકાપતિ સાથે બાથ ભીડી, મોટું સાહસ કર્યું. “હા, દેવી ખૂબ કલ્પાંત કરતી હતી?”
મહાત્મા, દેવીનું કરુણ કલ્પાંત વનનાં પશુ-પંખીઓને પણ ગમગીન બનાવી દેતું હતું. મારાથી દેવીનું દુઃખ સહ્યું ન ગયું. મેં ખડગ લઈ લંકાપતિ પર આક્રમણ કરી દીધું, એવું વિચારીને મારા પ્રાણ ભલે જાય.'
For Private And Personal Use Only