________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ૨૮
જૈન રામાયણ આવી લાગ્યો. આકાશયાનને દ્વીપના એક એકાંત ભાગમાં મૂકી, વાનરેશ્વર કબૂદીપની ધરતી પર આગળ વધ્યો.
દૂર તેણે એક પુરુષને બેઠેલો જોયો. તે એકલો હતો. સુગ્રીવને આશ્ચર્ય થયું. તે ઝડપથી આગળ વધ્યો. તેણે નજીક પહોંચીને જોયું. “ઓહો, આ તો રત્નજટી વિદ્યાધર!
રત્નજીટીને સુગ્રીવ ઓળખતો હતો. કારણ કે રત્નજટીનાં સત્કાર્યોએ વિદ્યાધર દુનિયામાં રત્નજટીને “ઉચ્ચ આત્મા' તરીકે પ્રસિદ્ધ કર્યો હતો. પરોપકારનું તો તેને વ્યસન જ હતું. એ વ્યસનમાં રત્નજી જરૂર પડે, પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દેતો.
રત્નજદી મહાસતીને રાવણના ક્રુર હાથમાંથી મુક્ત કરાવવા જતાં રાવણના હાથે પાંગળો અને વિદ્યાહીન બની આ કંબૂદ્વીપ પર પડેલો હતો. તેણે સુગ્રીવને પોતાના તરફ આવતો જોયો. દુઃખ, આપત્તિ અને વેદનાઓમાં ઘેરાયેલા મનુષ્યને પ્રાય: જેવા વિચાર આવે છે, તેવા વિચાર રત્નજીને આવી ગયા. તે વિચારે છે :
શું દશમુખે જ મારા વધ માટે આ વાનરેશ્વરને મોકલ્યો હશે? મહાન ઓજસ્વી દશમુખે પૂર્વે મારી વિદ્યાઓ હરી લીધી. હવે આ હરીશ્વર સુગ્રીવ મારા પ્રાણ હરી લેશે. શું મારે મારા પ્રાણોથી પણ હાથ ધોવા પડશે? કોઈ ચિતા નહીં. એક સતીની રક્ષા કરવા જતાં આવતું મૃત્યુ પણ મારે માટે મહોત્સવરૂપ છે.'
અરે રત્નજી, શું વિચાર-નિદ્રામાં પડ્યો શું? તું અભ્યસ્થાન પણ કરતો નથી? શું આકાશયાનમાં વિચરતો નથી? તું આળસુ થઈને કેમ પડ્યો છે?' સુગ્રીવે આવીને રત્નજીને વિચારતંદ્રામાંથી જગાડ્યો. રત્નજટી ઊભો થઈ ગયો અને વાનરદ્વીપના અધિપતિને બે કર જોડી વંદના કરી. કંબુદ્વિપના એ રણપ્રદેશમાં, કે જ્યાં રત્નજટી વિદ્યાધર વિદ્યાહીન થઈ તૂટી પડ્યો હતો; તે પ્રદેશના એક વિભાગમાં સુગ્રીવ અને રત્નજી જઈને બેઠા. દુ:ખિયારા રત્નજીએ પોતાની અવદશા વર્ણવતાં કહ્યું :
“પરાક્રમી રાજન, મારી વર્તમાન સ્થિતિ કેવી રીતે નિર્માઈ, તે ખરેખર આપ જેવા શક્તિશાળી અને પવિત્ર પુરુષે સાંભળવા જેવી છે. દિવસો પૂર્વે હું આકાશમાર્ગે જતો હતો, ત્યાં મારા કાને કોઈ સ્ત્રીના કારમા રુદનનો અવાજ આવ્યો. મેં ચારે બાજુ જોયું તો લંકાપતિનું પુષ્પક વિમાન તીવ્ર ગતિથી લંકાની
For Private And Personal Use Only