________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sી ૭૪. સીતાના સમાચાર મળ્યા
દિવસો પર દિવસો વીતવા લાગ્યા. સુગ્રીવ શ્રી રામને આપેલા વચન ભૂલી, તારા-રાણીના સંગે રંગરાગમાં ડૂળ્યો. કિષ્કિબ્ધિના ઉદ્યાનમાં, શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીના વિરહમાં, સીતાજીના કુશળસંવાદની પ્રતીક્ષામાં, દુઃખપૂર્ણ દિવસો પસાર કરતા હતા. સુગ્રીવે સીતા-પરિશોધ કરવા માટે આપેલી હૈયાધારણ હવે અસહ્ય બનતી જતી હતી.
લક્ષ્મણજીએ કિષ્કિન્વિના રાજમહેલને ધ્રુજાવી દીધો. લક્ષ્મણજીએ ત્રાડ પાડી અને સુગ્રીવના રંગરાગના રંગ પળવારમાં ઊડી ગયા. તે લક્ષ્મણજીનાં ચરણોમાં પડી ગયો. પોતે આપેલા વચનનું અને સીતા-પરિશોધનું કાર્ય અવિલંબ શરૂ કરી દેવા. ખાતરી આપી. શરમ અને લજ્જાથી નમી પડતો, સુગ્રીવ ઉદ્યાનમાં શ્રી રામ પાસે ગયો. તેણે ભક્તિથી શ્રી રામને વંદના કરી.
સુગ્રીવે સૈન્યના નાયકોને બોલાવ્યા. સેનાનાયકોએ પ્રણામ કરી, સેવાકાર્યની પૃચ્છા કરી.
“મારા પરાક્રમી સેનાપતિઓ, એક મહાન કાર્ય આપણે શરૂ કરવાનું છે. એ કાર્ય પૂર્ણ કરીને જ વિરામ કરવાનો છે. સર્વત્ર કોઈ પ્રકારની સ્કૂલના વિના મૈથિલીના સમાચાર મેળવો. હું પણ મૈથિલીને શોધવા આજે જ પ્રયાણ કરું છું.”
ચારેય દિશામાં હજારો વિદ્યાધર સુભટો મૈથિલીની શોધમાં નીકળી પડ્યા. દ્વિીપો, નદીઓ પહાડો અને નગરોમાં પ્રચ્છન્ન અને પ્રગટ શોધ ચાલુ થઈ.
સીતા-હરણના દુ:ખદ સમાચાર કર્ણોપકર્ણ સાંભળી, ભામંડલ પણ શ્રીરામને શોધતો શોધતો વાનરદ્વીપ પર આવી પહોંચ્યો. શ્રી રામને જોતાં જ ભામંડલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ભામંડલની સાથે આવેલું સૈન્ય ઉદાસીન બની ગયું. લક્ષ્મણજીએ ભામંડલને સાંત્વના આપી અને સીતાજીને મેળવીને જ જંપવાનો દઢ સંકલ્પ જાહેર કર્યો. ભામંડલ હજુ શાંત થાય ત્યાં વિરોધ પણ પાતાલ લંકાથી હજારો શૂરવીર સુભટોને સાથે લઈ રામ-સેવામાં ઉપસ્થિત થયો.
સુગ્રીવે આગંતુક રાજાઓનો સત્કાર કર્યો અને તેમની સર્વ પ્રકારે સંભાળ લેવાનું કાર્ય વાલીપુત્ર ચંદ્રરશ્મિને સોંપ્યું. સુગ્રીવ સ્વયે સીતાપરિશોધમાં નીકળી પડયો.
જે માર્ગે રાવણ સીતાનું અપહરણ કરીને ભાગ્યો હતો, એ જ માર્ગે સુગ્રીવ પોતાના આકાશયાનને હંકારતો આગળ વધી રહ્યો હતો. ત્યાં “કબૂદ્વીપ'
For Private And Personal Use Only