________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુઘ્નનો પૂર્વભવ દેવલોકેથી પુનઃ મથુરામાં જન્મ પામ્યો!
મથુરાના રાજા ચંદ્રભદ્ર હતા.
તેમની પટરાણી હતી કાંચનપ્રભા. શ્રીધરનો જીવ કાંચનપ્રભાની કુક્ષિએ જન્મ્યો, એનું નામ ‘અચલ’ રાખવામાં આવ્યું. રાજા ચંદ્રભદ્રને અચલ ખૂબ પ્યારો હતો.
૭૮૧
રાજાને કંચનપ્રભા સિવાય બીજી પણ રાણીઓ હતી. બીજી રાણીઓના પણ આઠ રાજકુમારો હતા. તેમાં મુખ્ય હતો ભાનુપ્રભ. એ કુમા૨ોને ચિંતા થઈ! પિતાજી અવશ્ય રાજ્ય અચલને જ આપશે. એના પર પિતાજીને અતિ સ્નેહ છે. માટે ગમે તે ઉપાયથી અચલનો કાંટો દૂર કરવો જોઈએ.' આ આઠે ય કુમારોએ અચલનો વધ કરવાની યોજના બનાવી. પરંતુ રાજ્યના મંત્રીને તેમની યોજનાનો ખ્યાલ આવી ગયો. મંત્રીએ અચલને સાવધાન કરી દીધો. અચલ રાત્રિના સમયે મથુરાથી ભાગ્યો અને જંગલોમાં દોડવા લાગ્યો.
પગ ખુલ્લા અને રાત્રિનો અંધકાર! એક મોટા તીક્ષ્ણ કાંટાએ અચલના પગને વીંધી નાંખ્યો, અચલ ઘોર વેદના અનુભવવા લાગ્યો. તે રડી પડ્યો, ત્યાં અરુણોદય થયો. એ અરણ્યમાંથી એક યુવાન માથે લાકડાનો ભારો ઉપાડીને જતો હતો. તેણે રોતા અચલને જોયો. તે યુવાન અચલ પાસે આવ્યો. લાકડાનો ભારો નીચે નાંખી એણે અચલના પગમાંથી કાંટો કાઢી નાંખ્યો. અચલે તેને
પૂછ્યું : ‘ભાઈ, તું કોણ છે?’
‘હું શ્રાવસ્તી નગરીનો વાસી છું. પિતાએ મને ઘરેથી નિષ્કાસિત કર્યો છે. મારું નામ છે અંક. લાકડા વેચીને આજીવિકા ચલાવું છું.’
‘મિત્ર! તેં મારા પર મોટો ઉપકાર કર્યો છે. તું જ્યારે સાંભળે કે મથુરાનો રાજા અચલ બન્યો છે ત્યારે તું મથુરા આવજે. હું તારા ઉપકારને નહીં ભૂલું.’
અચલ અંકની સાથે કૌશામ્બી નગરીમાં આવ્યો. કૌશામ્બીમાં પરિભ્રમણ કરતાં એ ‘સિંહ’ નામના કાચાર્યના આશ્રમમાં પહોંચ્યો. કલાચાર્ય પાસે કૌશામ્બીના રાજા ઇન્દ્રદત્ત ધનુષ્યકળાનો અભ્યાસ કરતા હતા. અચલે કલાચાર્યને પ્રણામ કરીને કહ્યું :
For Private And Personal Use Only
‘હે કૃપાવંત, જો આપ આજ્ઞા આપો, તો હું પણ મારી ધનુષ્ય-કળા બતાવું.' કલાચાર્યે અચલને આજ્ઞા આપી, અચલે પોતાની ધનુષ્ય-કળાથી સિંહ અને ઇન્દ્રદત્ત રાજાને પ્રભાવિત કર્યા. ઇન્દ્રદત્તે અચલનો પરિચય સાધ્યો અને પોતાની પુત્રી અચલ સાથે પરણાવી.