________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c૪. ગુખનો પૂર્વભવી શત્રુઘ્ન જે સમયે અયોધ્યા પહોંચ્યા એ સમયે મહામુનીશ્વર દેશભૂષણ અને કુલભૂષણ પણ વિચરતા વિચરતા અયોધ્યા પધાર્યા હતા. વનપાલકે મુનીશ્વરના આગમનનું નિવેદન કર્યું. શ્રીરામ, લક્ષ્મણજી અને શત્રુદ્ધ ત્રણેય ભાઈઓ મુનીશ્વરોને વંદના કરવા ઉદ્યાનમાં પહોંચ્યા. વંદનવિધિ પૂર્ણ કરી, સુખ-શાતા પૂછીને શ્રીરામ બોલ્યા.
હે ભગવંત, આ શત્રુદ્ધ મથુરા માટે આટલો આગ્રહી કેમ છે? મથુરાનું આટલું બધું આકર્ષણ કેમ?' દેશભૂષણ મુનિએ શ્રીરામના પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું :
“શત્રુઘ્નના જીવનો મથુરા સાથે જન્મ-જન્માંતરોનો સંબંધ છે, પછી એને મથુરાનું આકર્ષણ કેમ ન હોય? જુઓ, એક ભવમાં શત્રુઘ્ન શ્રીધર નામનો રૂપવાન યુવાન હતો. મથુરામાં એના જેવું રૂપ બીજાનું નહીં. શ્રીધરને સાધુઓ પ્રત્યે ભક્તિ ઘણી!
એક દિવસ શ્રીધર રાજમાર્ગેથી જતો હતો, રાજમહેલના ઝરૂખામાં બેઠેલી રાણી લલિતાએ શ્રીધરને જોયો! રાણીને શ્રીધર ગમી ગયો. ઇશારાથી રાણીએ શ્રીધરને મહેલમાં બોલાવ્યો. દાસીને મોકલીને ગુપ્ત માર્ગેથી શ્રીધરને મહેલમાં બોલાવી લીધો. લલિતા અને શ્રીધર ભાન ભૂલીને વિષયભોગમાં લીન બન્યાં. ત્યાં અચાનક રાજા મહેલમાં આવી પહોંચ્યો. રાણી ગભરાઈ ગઈ અને તે શયનકક્ષમાંથી બહાર દોડી આવી, રાજાને ભેટી પડી, જાણે ખૂબ ગભરાઈ ગઈ હોય તેવો ઢોંગ કરીને બોલી :
મારા શયનકક્ષામાં કોઈ ચોર ઘૂસી ગયો છે.” રાજાએ શ્રીધરને પકડ્યો; ત્યાં જ કોટવાલને બોલાવીને આજ્ઞા કરી :
આ દુષ્ટને વધસ્થાને લઈ જઈ વધ કરો.' કોટવાલ શ્રીધરને લઈ વધસ્થાને ગયો. શ્રીધર સંસારની, સ્ત્રી જાતિની લીલા જોઈને, મૃત્યુથી પણ હવે ડરતો ન હતો. પરંતુ વધસ્થાન પાસેથી એક મહામુનિ પસાર થતા હતા. એમનું નામ હતું કલ્યાણમુનિ. તેઓ શ્રીધરને જાણતા હતા, એની સાધુભક્તિ પણ જાણતા હતા. મહામુનિએ કોટવાલને શ્રીધરને મુક્ત કરવાની પ્રેરણા આપી. કોટવાલે રાજાને જાણ કરી. મુનિવરની પ્રેરણાથી રાજાએ શ્રીધરને મુક્ત કર્યો.
શ્રીધરે ચારિત્ર લીધું. તપશ્ચર્યા તપી, તે દેવલોક ગયો.
For Private And Personal Use Only