________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨
જૈન રામાયણ ઇન્દ્રદત્તના સહયોગથી અચલે વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને અંગદેશ પર વિજય મેળવ્યો. ત્યારબાદ તેણે સૈન્ય સાથે મથુરા તરફ પ્રયાણ કર્યું.
મથુરાની બહાર ભાનુપ્રભ વગેરે રાજકુમારો સાથે યુદ્ધ કરી, આઠેય કુમારોને બંદી બનાવ્યા. રાજા ચંદ્રભ મંત્રીઓને અચલ પાસે મોકલી, સંધિ માટે સંદેશ મોકલ્યો. અચલે મંત્રીઓને પોતાનો પરિચય આપ્યો. મંત્રીઓ પ્રસન્ન થઈ ગયા. તેઓએ જઈને રાજાને નિવેદન કર્યું.
મહારાજા આ કોઈ શત્રુ રાજા નથી. આ તો આપણા પ્રાણથી ય પ્યારા રાજ કુમાર અચલ છે!”
રાજા ચન્દ્રભદ્ર અતિ પ્રસન્ન થયા. અચલનો ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો અને મથુરાના રાજસિંહાસને એનો અભિષેક કર્યો. સાથે જ ભાનુપ્રભ વગેરે કુમારોને દેશનિકાલની સજા કરી. પરંતુ અચલે તેમની રક્ષા કરી. પોતાના ગુપ્ત સહયોગી તરીકે સ્થાપ્યા.
એક દિવસ અચલે પેલા શ્રાવસ્તીમાં અંકને જોયો! સૈનિકો એને મારતા હતા. અચલે અંકને પોતાની પાસે બોલાવીને બચાવી લીધો. પોતાની ઓળખાણ આપી એને પૂછ્યું :
કહે, તારે શું જોઈએ છે?' મને મારે ગામ જવા દો!” અંકે કહ્યું.
તને હું શ્રાવસ્તીનું રાજ્ય આપું છું!” મંત્રીને બોલાવી આવશ્યક સુચનાઓ આપીને એક સાથે શ્રાવસ્તી જવા સૂચવ્યું અને શ્રાવસ્તીમાં અંકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અચલ અને અંકની દઢ મૈત્રી જામી.
એક દિવસ એક મહાન આચાર્ય સમુદ્રાચાર્ય મુનિ પરિવાર સાથે મથુરામાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળી અચલને વૈરાગ્ય થયો. શ્રાવસ્તીથી અંકને બોલાવી બંને મિત્રોએ સમુદ્રાચાર્ય પાસે ચારિત્ર લીધું.
ચારિત્રનું પાલન કરી બંને મિત્રો બ્રહ્મદેવલોકમાં દેવ થયા, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને અચલનો જીવ શત્રુઘ્ન થયો અને અંકનો જીવ કૃતાન્તવદન સેનાપતિ થયો!
હે રાઘવ! શત્રુઘ્નને મથુરાનું આકર્ષણ આ કારણે છે! દેશભૂષણ મુનિએ શત્રુગ્નના પૂર્વજન્મોની આ રીતે હારમાળા બતાવી દીધી. શ્રી રામ-લક્ષ્મણ અને શત્રુઘ્નને સંતોષ થયો. શત્રુઘ્ન મુનીશ્વરને વંદના કરી પૂછયું :
For Private And Personal Use Only