________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૯૧ એક સભ્ય બની ગયું હતું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયેલું હોવાથી, તેણે શ્રાવક ધર્મ સ્વીકાર કરેલો. માંસાહાર વગેરેનો તેણે ત્યાગ કરી દીધેલો. સીતાજી જેમ રામ-લક્ષ્મણને ભોજન કરાવતાં તેવી જ રીતે જટાયુને પણ ભોજન આપતાં. મહામુનિના ચરણસ્પર્શથી જટાયુ નીરોગી-કંચનવર્ણ કાયાવાળું બની ગયું હતું. શ્રી રામ જટાયુના મૃત્યુથી વ્યથિત બન્યા.
શ્રી રામે વિચાર્યું : મૈથિલીનું અપહરણ કરનાર શું દંડકારણ્યમાં છુપાયો નહિ હોય? પરંતુ એ શક્ય નથી... સિંહનાદ કરનાર શત્રુ સામાન્ય કોટિનો નહીં હોય. જરૂર કોઈ બળવાન શત્રુ હશે છતાં જો દંડકારણ્યમાં સંતાયો હોય તો તેની ખબર લઉં.” શ્રી રામ દંડકારણ્યમાં સીતાજીને શોધતા ભટકવા લાગ્યા. હે સીતે, હે પ્રિયે, હે મૈથિલી...' પોકારો કરતા શ્રી રામ દંડકારણ્યના એક એક વૃક્ષ, એક એક ગુફા, એક એક ખીણમાં અને કોતરોમાં ફરી વળ્યા, સીતા તેમને ન મળી. તેઓ ગુફાના પ્રાંગણમાં જટાયુ પક્ષીના વૃક્ષ નીચે બેસી ગયા. તેમના મનમાં સીતા સિવાય કંઈ ન હતું. તેઓ સીતાના વિચારમાં ડૂબી ગયા.
એનું વસ્ત્ર લક્ષ્મણ પર કેટલું વાત્સલ્ય... લક્ષ્મણના સંકટનો સંકેત મળતાં તે અધીર બની ગઈ. તેમણે કેટલો બધો આગ્રહ કર્યો. મને ઠપકો આપ્યો...“વસે સંકટમાં છે... છતાં તેમ કેમ જતા નથી? તમે વત્સ લક્ષ્મણ પર આટલા નિર્દય...' હા, જો તેણે આગ્રહ ન કર્યો હોત તો હું ન જાત. મને વિશ્વાસ હતો કે લક્ષ્મણ અજોડ વીર છે, એની સામે હજારો સુભટો આવી જાય, તોય લક્ષ્મણ પાછો ન હટે અને મૈથિલી લક્ષ્મણ પ્રત્યેના વાત્સલ્યમાં પોતાની સુરક્ષા ભૂલી ગઈ...' હું એકલી અહીં રહીશ કેવી રીતે? દુશ્મનો દંડકારણ્યમાં ઘૂસી આવ્યા છે. કોઈ મને.” આવો તો વિચાર જ એણે ના કર્યો.. નહીંતર મને જવા ન દેત. જ્યારે એ દુષ્ટ સીતાને ઉપાડવાનો પ્રયત્ન કર્યો હશે ત્યારે તે કેટલી તરફડી ઊઠી હશે? તેણે જરૂર મને અને લક્ષ્મણને પોકાર કર્યા હશે... કરુણ રુદન કર્યું હશે... અરે, જ્યાં એ હશે..એનું દન ચાલુ જ હશે... એણે ખાધું નહીં હોય... એ નહીં ખાય.. મને ભોજન કરાવીને, લક્ષ્મણને ભોજન કરાવીને એ રોજ ભોજન કરતી.... કેટલા સ્નેહથી.... પ્રેમથી, એ ભોજન કરાવતી? મારી છાયાની જેમ એ મારી સાથે રહેતી. એનું અપહરણ કરનાર અધમ એને ભોજન કરવા આગ્રહ તો કરશે જ. પણ મૈથિલિ ભોજન નહીં જ કરે! એ જરાય મચક નહીં આપે. પ્રાણ કરતાં પણ શીલને એ વધુ સમજે છે... હા, પેલા, દિવસે... નિદ્રામાં પણ એ મારું જ નામ જપતી ન હતી? ‘આર્યપુત્ર'. એના આત્માના પ્રદેશપ્રદેશે હું છવાયેલો છું. અને મારા આત્મામાં પણ એ જ છે ને?
For Private And Personal Use Only