________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
પહo.
સીતાનું અપહરણ “હે આયે, મેં સિંહનાદ કર્યો જ નથી! આપે સિંહનાદ સાંભળ્યો. જરૂર કોઈએ આપણને ઠગ્યા છે.'
શું તેં સિંહનાદ કર્યો જ નથી? તો જરૂર કોઈએ આપણી સાથે કપટ કર્યું.'
હે પૂજ્ય, મને તો ચોક્કસ સમજાય છે કે મૈથિલીનું અપહરણ કરવા કોઈએ સિંહનાદ કરી, આપને આર્યાથી દૂર ખસેડડ્યા. જરૂર આર્યાનું અપહરણ થયું. માટે હે આર્ય પુત્ર, આપ હવે એક ક્ષણનો વિલંબ કર્યા વિના આર્યા પાસે પહોંચી જાઓ અને આર્યાની રક્ષા કરો.”
વત્સ, તું? યુદ્ધમાં...” “આપ ચિંતા ન કરો. શત્રુઓને પરાજય કરી, હું આપની પાછળ જ આવી પહોંચું છું.”
શ્રી રામ ચિંતાતુર બની ગયા. સીતાજીના અપહરણની લક્ષ્મણજીની શંકાએ શ્રી રામનાં રુવાંટાં ખડાં કરી દીધાં. તેઓ દોડ્યા, ધડકતા હૃદયે તેઓ દોડ્યા. જ્યારે ગુફા પાસે આવ્યા ત્યારે તેમણે જાનકીને ન જોઈ. શ્રી રામ બેબાકળા બની ગયા અને મૂચ્છ ખાઈ જમીન પર ઢળી પડ્યા.
અયોધ્યાની રાજધાનીનો ત્યાગ કરતાં શ્રી રામને દુઃખ નહોતું થયું. વનવાસે નીકળતાં મૂર્છા નહોતી આવી. આજે શ્રી રામના જીવનનો અતિ દુઃખમય કરુણ દિવસ હતો. સીતાના વિરહની કલ્પના પણ શ્રી રામે કરી ન હતી. સીતાના અપહરણની વાત સ્વપ્નમાં પણ ક્યારેય આવી ન હતી. ક્ષણમાં ક્રોધ અને ક્ષણમાં વિષાદ...
શ્રી રામની મૂચ્છ દૂર થઈ. તેઓ ભૂમિ પર બેઠા અને ગુફાના પ્રાંગણમાં જોયું... “જટાયું પક્ષી લોહીના ખાબોચિયામાં મૃત્યુના આરે પડેલું હતું. શ્રી રામે નિર્ણય કર્યો.
જરૂર મારી પત્નીનું કોઈ દુષ્ટ પુરુષે અપહરણ કર્યું છે. અપહરણથી ક્રોધિત બની આ “જટાયુ' રક્ષા કરવા ગયો હશે. એ દષ્ટ આ પક્ષી પર તેને પ્રહાર કરી અને નિષ્ક્રિય નિચ્ચેષ્ટ બનાવી દીધું..”
જટાયુનું મૃત્યુ થયું ન હતું. તેના શ્વાસોચ્છવાસ ચાલુ હતા. શ્રી રામે શ્રાવક જટાયુને પરલોકનું ભાથું બંધાવ્યું. શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. જટાયુનું મૃત્યુ થયું. મહેન્દ્ર દેવલોકમાં એ દેવ થયો.
શ્રી રામને જટાયુના મૃત્યુથી ભારે આઘાત થયો. જ્યારથી શ્રી રામ દંડકારણ્યમાં આવ્યા ત્યારથી જટાયુ તેમની નિકટ રહેતું હતું અને શ્રી રામના પરિવારનું
For Private And Personal Use Only