________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૯૯ ભારતની આ બધી વાતો શત્રુઘ્ન સાંભળતો હતો, પરંતુ તેના વિહ્વળ હૃદયને તેથી શાંતિ મળતી હોય તેમ લાગતું ન હતું. તે ચાહતો હતો કે ભરત તેની સાથે રહે; ચાહે વનમાં કે નગરમાં! તે ચાહતો હતો કે ભરત સંસાર છોડી હાલ નિવૃત્તિમાર્ગ ન સ્વીકારે; ભલે પિતાજી નિવૃત્તિમાર્ગે જાય. તે બોલ્યો:
આપની વાત સત્ય છે. આપના માટે સત્ય છે, પરંતુ હું ચાહું છું કે આપ હમણાં આ માર્ગે ન જાઓ.”
મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો. રાજમહેલના પ્રહરીઓની આલબેલ સંભળાતી હતી. બાકી નીરવ શાંતિ હતી. બાહ્ય વાતાવરણમાં શાંતિ ન હતી. અયોધ્યાના રાજકુલના હૃદયમાં પણ શાંતિ ન હતી.
અહીં શત્રુષ્ણ અશાંત હતો, અંતઃપુરમાં કેકેયી અશાંત હતી. નિદ્રા આવતી ન હતી. ગંભીર વિચારમાં પડી ગઈ હતી. પતિનું નિવૃત્તિમાર્ગે જવું અને જેટલું દુઃખી નહોતું કરતું એટલું ભરતની વાતથી થતું હતું. “ભરતને આ શું સૂઝયું? એ જાય તો પછી મારા જીવનમાં શું રહ્યું? પતિ જાય અને પુત્ર પણ જાય, પછી?” પતિ અને પુત્રના વિરહની કલ્પનાએ તેને બેબાકળી-બહાવરી બનાવી દીધી. ભરતને જઈને સમજાવું? ના, એ આગ્રહી છે. એને એના પિતા પ્રત્યે અતિ સ્નેહ છે, એ મારી વાત નહિ માને...' એ પુનઃ વિચારસાગરમાં ડૂબી ગઈ. અંતિમ પ્રહર ચાલી રહ્યો હતો. એક વિચાર કૈકેયીના મનમાં આવ્યો, તે કંપી ઊઠી પણ તે કંપનમાં આનંદ હતો!
0
0
0
For Private And Personal Use Only